|
કોંગ્રેસમાં બુદ્ધિશાળી સભ્યોનું ભાવિ ઉજ્જવળ છે ઃ રાહુલ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
ગુરુવાર, 18 માર્ચ 2010 |
(પી.ટી.આઇ.) તિરૃચિરાપલ્લી, તા. ૧૮
કોંગ્રેસમાં બુદ્ધિશાળી અને મહેનતુ કાર્યકરોનું ભાવિ ઉજ્જવળ છે અને તેઓને
સંગઠનમાં જવાબદારીઓ સોંપાશે, તેમ કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીએ
જણાવ્યું હતું.
હોંશિયાર હોવા ઉપરાંત મહેનતુ કાર્યકરોને વિવિધ જવાબદારીઓ સોંપવાનો સંકેત
યુથ કોંગ્રેસની ચૂંટણીઓ પર નજર રાખવા આવેલા રાહુલ ગાંધીને એક યુવતીએ પ્રશ્ન કર્યો હતો કે, ''યુવા કોંગ્રેસના સભ્ય બનવાનો ઉપયોગ કે અર્થ શું છે ?'' ગાંધીએ જણાવ્યું હતું કે, ટુકડીને વિવિધ પાસાઓની તાલીમ આપવામાં આવશે અને તેના શ્રેષ્ઠ સભ્યને જવાબદારી સોંપાશે અને સામાન્ય ચૂંટણીઓમાં તેમનો ઉપયોગ કરવામાં આવશે.
તામિલનાડુમાં કોંગ્રેસ ૧૯૬૭થી સત્તાવિમુખ છે ત્યાં એકલા હાથે ચૂંટણી લડવાનું સૂચન એક કાર્યકરે કરતા કોંગ્રેસના મહામંત્રીએ માત્ર સ્મિત કરી કોઈ જવાબ વાળ્યો ન હતો. બહેન પ્રિયંકા વાડરા સાથે અહીં આવેલા રાહુલે મતમથકની મુલાકાત લીધી હતી તથા મતદારો અને પક્ષના કાર્યકરોનું અભિવાદન કર્યું હતું. ગયા વર્ષે તામિલનાડુમાં પક્ષને સજીવન કરવાના મિશન પર આવેલા રાહુલ ગાંધીએ રાજ્યના રાજકારણને બદલવા યુવાનોનો ટેકો માંગ્યો હતો.
કોંગ્રેસના રાજ્ય એકમમાં પણ ચૂંટણીઓ થશે તેવા એક પ્રશ્નના જવાબમાં ગાંધીએ કહ્યું હતું કે તમે જે કહેશો તેની રજૂઆત અમે હાઇકમાન્ડ સમક્ષ કરીશું. અન્ય સંગઠનોની ચૂંટણીઓનો નિર્ણય તેમણે કરવાનો છે. કોંગ્રેસની સ્થાનિક ખેડૂત શાખાના મંત્રીએ 'નરેગા' યોજનાનો ઉપયોગ ખેતક્ષેત્રે વિકાસમાં કરવાનું સૂચન કરતાં કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, અમે સરકારને આની વિચારણા કરવા જણાવીશું. સ્થાનિક પંચાયત પ્રમુખ તથા કાર્યકરોએ રાજ્યસભામાં મહિલા અનામત વિધેયક પસાર કરાવવા બદલ કોંગ્રેસને અભિનંદન પાઠવ્યા હતા.
|