|
વર્ષ ૨૦૦૯માં ૫૦ લાખથી વધુ માનવદિવસો વેડફાયા |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
બુધવાર, 17 માર્ચ 2010 |
|
હડતાળ અને લોકઆઉટસના કારણે
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૭
દેશમાં ગયા
વર્ષે લોકઆઉટ અને હડતાળોના કારણે ૫૦ લાખથી વધુ માનવ દિવસો વેડફાયા હતા. એક
સત્તાવાર અહેવાલના જણાવ્યા અનુસાર દેશમાં ૬૧ ઔદ્યોગિક એકમો બંધ કરી દેવાતા
આશરે ૨૨૦૦ જેટલા કામદારોને અસર પહોંચી હતી. આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ,
કેરળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને તામિલનાડુમાં સૌથી વધારે માનવદિનો
વેડફાયા હતા. અગાઉ, લેબર બ્યૂરોના રોજગારી અંગેના અહેવાલમાં જણાવાયું હતું
કે ઓક્ટોબર-ડીસેમ્બરના ગાળામાં ૬.૩૮ લાખ નોકરીઓ વધી હતી.
બગાડમાં આંધ્ર, બંગાળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ અને કેરળ મોખરે
લેબર બ્યૂરોએ પોતાના તાજા અહેવાલમાં જણાવ્યું હતું કે ઔદ્યોગિક એકમો અને ઉત્પાદન કેન્દ્રોમાં અશાંતિના કારણે ૫૦ લાખથી વધુ માનવદિનોનો બગાડ થયો હતો તેવા રાજ્યોની યાદીમાં આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ અને કેરળ મોખરે હતા. જો કે, મંદીની હાલત હોવા છતાં નોકરીઓ ગુમાવનારા કામદારોની સંખ્યા ૨૦૦૮ના વર્ષની સરખામણીએ ઓછી હતી. ૨૦૦૮ના વર્ષમાં ૩૦૫૨ કામદારોએ નોકરી ગુમાવી હતી જ્યારે ૨૦૦૯ના વર્ષમાં આ આંકડો ૨૦૧૦નો થયો હતો. આ ઉપરાંત, ગયા વર્ષે ૬૧ એકમો બંધ થયા હતા.
માનવદિવસો ગુમાવવાની યાદીમાં ૨૨ લાખ ગુમાવેલા માનવદિન સાથે આંધ્રપ્રદેશ રાજ્ય સૌથી ટોચ પર હતું. આ પછી, ૧૦ લાખથી વધુ માનવદિનના બગાડ સાથે પશ્ચિમ બંગાળ બીજા ક્રમે અને ત્રીજા ક્રમે હિમાચલ પ્રદેશ (પાંચ લાખ માનવદિનનો બગાડ) હતું, તેમ અહેવાલે જણાવ્યું હતું. જો કે, ગયા વર્ષે ગુમાવાયેલા માનવદિનનું પ્રમાણ તેની અગાઉના વર્ષની સરખામણીએ ઘણું ઓછું હતું.
કેટલાક રાજ્યોમાં મોટાપાયે છટણીઓ થઈ હતી, જેમાં ઓરિસ્સા (૧૩૫૪), હિમાચલ પ્રદેશ (૬૬૫) અને હરિયાણા (૯૫)નો સમાવેશ થાય છે. શ્રમ મંત્રાલયના અધિકારીના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ સહિત કેટલાક મોટા રાજ્યોના આંકડા મળી શક્યા નથી.
અગાઉ, લેબર બ્યૂરોએ ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળાને આવરી લેતા રોજગારી અંગેના ત્રિમાસિક સર્વેક્ષણમાં જણાવ્યું હતું કે જુલાઈ-ઓક્ટોબર ત્રિમાસિક ગાળાની સરખામણીએ ૬.૩૮ લાખ નોકરીઓ વધી હતી, જે અર્થતંત્રના તબક્કાવાર સુધારાનું દેખીતું પ્રતિબિંબ છે.
|