Last Updated:19 ડિસેમ્બર 2011

સરોગેટ બાળકોને દત્તક લેવાની જર્મન દંપતીને સુપ્રીમની મંજૂરી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
બુધવાર, 17 માર્ચ 2010
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૭
ભારતીય સરોગેટ માતાને જન્મેલા જોડિયા બાળકોને દત્તક લેવા માટે જર્મનીના દંપતિએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ એજન્સીને વિચારણામાં લેવા આદેશ કર્યો હતો.
જર્મનીમાં સરોગસી ગેરકાનુની હોવાથી દંપતીએ ભારતમાં સરોગેટ માતા દ્વારા સંતાનો મેળવ્યા હતા

સુપ્રીમ કોર્ટના જસ્ટીસ સિંઘવી અને ગાંગુલીની બનેલી બેંચે સીએઆરએને જર્મન દંપતિની અરજી માનવતાના ધોરણે વિચારીને યુગલને મદદ કરવા જણાવ્યું હતું. દંપતિએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેમના દેશમાં સરોગસી ગેરકાનુની હોઇ તેમણે ભારતમાં સરોગેટ સંતાન દત્તક લેવાની અરજી કરવી પડી હતી. સુપ્રીમ કોર્ટે આ દંપતિના ખાસ કિસ્સો ગણીને વિનંતી  માન્ય રાખવા હુકમ કર્યો હતો.

સરકાર તરફી વકીલે દલીલ કરી હતી કે બાળકો જૈવિક માતાપિતા દ્વારા ત્યજાયેલા હોય તો જ અન્યને દત્તક લેવાની મંજુરી આપી શકાય. તેથી આ જર્મન દંપતિને બાળકો દત્તક લેવાની પરવાનગી આપી શકાય નહીં.
સરોગેટ સંતાનોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દત્તક આપવાની કોઇ કાનુની જોગવાઇ નથી. તેમ છતાં ય જર્મન દંપતિની અરજી પર વિચારણા કરવામાં આવશે.

દંપતિએ જણાવ્યું હતું કે બાળકોના જન્મ થયા પછી તે ભારતના નાગરિકો ગણાશે અને તેમને પાસપોર્ટ મેળવવાનો અધિકાર હશે તેથી તેઓ જર્મન જઇ શકશે. પાસપોર્ટ સત્તાવાળાઓએ આ દલીલ નકારતાં જર્મન દંપતિને કોર્ટનો આશરો લેવો પડયો હતો. જોકે સરકારે જણાવ્યું હતું કે સરોગેટ માતાને જન્મેલા બાળકોના માતાપિતા જર્મનીના નાગરિક હોઇ બાળકોને ભારતનું નાગરિકત્વ આપી શકાય નહીં. તેથી તેમને  પાસપોર્ટ પણ આપી શકાય નહીં.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી