Last Updated:19 ડિસેમ્બર 2011

બાળકોની જાતીય સતામણીમાં ઉ.પ્રદેશ મોખરે, દિલ્હી બીજા ક્રમે છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
બુધવાર, 17 માર્ચ 2010
(પી.ટી.આઇ.)    નવી દિલ્હી, તા. ૧૭
દેશભરમાં બાળકોના જાતિય શોષણ અને બળાત્કારની ઘટનાઓમાં ઉત્તરપ્રદેશ પહેલો ક્રમ ધરાવે છે. જ્યારે રાજધાની નવી દિલ્હી આ દૂષણમાં બીજા સ્થાને છે. બાળ અધિકારોની સુરક્ષા માટેના રાષ્ટ્રીય પંચના અહેવાલ પ્રમાણે દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં બાળકોન જાતીય શોષણને લગતા ૬૧ અને બળાત્કારના ૬૦૦ કેસો નોંધાયા છે. જ્યારે નવી દિલ્હીમાં આ કેસોની સંખ્યા અનુક્રમે ૫૨ અને ૩૦૨ છે.
સૌથી વધુ વસતિ ધરાવતા રાજ્યમાં ૨૦૦૮માં બાળકોના બળાત્કારના ૯૦૦ કેસ ઃ દિલ્હીમાં બાળબળાત્કારના ૩૦૧ કેસ

સૂત્રોએ જણાવ્યું હતું કે, બાળકોના જાતિય શોષણના કેસોના આંકડા એનસીપીઆરની ૨૦૦૭માં રચના થઈ ત્યારથી ગણવામાં આવ્યા છે. જ્યારે બળાત્કારની ઘટનાઓનો આંકડો વર્ષ ૨૦૦૮નો છે. આ યાદીમાં જાતિય શોષણના ૧૬ અને બળાત્કારના ૪૧૨ કેસો સાથે આંધ્રપ્રદેશ ત્રીજા ક્રમે અનુક્રમે ૧૫ અને ૯૧ કેસો સાથે ત્યારબાદ બિહાર અને ૧૮ અને ૮૯૨ કેસો સાથે મધ્યપ્રદેશનો ક્રમ છે.

ઓરિસ્સામાં જાતિય શોષણની ૨૨ અને અને બળાત્કારની ૬૫ ઘટનાઓ જ્યારે તમિનલાડુ અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે ૧૪ અને ૧૦ જાતીય શોષણના કિસ્સાઓ નોંધાયા છે. આ ઉપરાંત કેસોના નિકાલની દ્રષ્ટિએ પણ દરેક રાજ્યનો આંકડો જુદો જુદો છે.

ઉત્તરપ્રદેશમાં નોંધાયેલા જાતીય શોષણના ૬૧ કેસોમાંથી અત્યાર સુધીમાં માત્ર ૮નો નિકાલ થયો છે. જ્યારે રાજસ્થાનમાં નોંધાયેલા પાંચ કેસોમાંથી ત્રણનો નિકાલ કરવામાં આવ્યો છે. બીજી બાજુ પંજાબમાં ૧૮માંથી ૯ અને દિલ્હીમાં ૫૨માંથી ૧૮નો નિકાલ થઈ શક્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ દૂષણના સંદર્ભે ઉત્તર-પૂર્વના રાજ્યોની સ્થિતિ ઘણી સારી છે. સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં કોઈ નોંધાયો નથી જ્યારે મણિપુરમાં ૧ કેસ દાખલ કરાયો છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી