Last Updated:19 ડિસેમ્બર 2011

દિલ્હીમાં ગર્ભનિરોધક ગોળીના વપરાશમાં નોંધપાત્ર વધારો છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
બુધવાર, 17 માર્ચ 2010
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૧૭
દેશની રાજધાનીમાં કોન્ડોમના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે ગર્ભનિરોધના અસરકારક ઉપાય તરીકે ગોળીઓની લોકપ્રિયતામાં સતત વધારો થયો છે. નિષ્ણાંતોનું માનવું છે કે કોન્ડોમની સરખામણીએ ગર્ભનિરોધક ગોળીઓનો વધેલો વપરાશ ચિંતાજનક નથી.
કોન્ડોમનો વપરાશ ઘટયો ઃ કોન્ડોમની સરખામણીએ ગોળીઓનો વધેલો ઉપયોગ ચિંતાનજનક નહિ હોવાનો નિષ્ણાતોનો મત

સ્થાનિક સરકારી આંકડાઓ મુજબ દિલ્હીમાં કોન્ડોમનો વપરાશ ૨૦૦૬-૦૭માં ૧,૨૩,૭૭,૦૦૦થી ઘટીને ૨૦૦૮-૦૯માં ૯૪,૭૬,૦૦૦ થઇ ગયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં કોન્ડોમના વપરાશમાં ઘટાડો થયો હોવા છતાં શ્રેષ્ઠ ગર્ભનિરોધક ઉપાય તરીકે દિલ્હીવાસીઓ હજુપણ કોન્ડોમને જ પ્રાથમિકતા આપે છે. આ ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન ગર્ભનિરોધક ગોળીઓ લેવાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. દિલ્હી સરકારના આંકડાઓ મુજબ વર્ષ ૨૦૦૬-૦૭માં ગર્ભનિરોધક ગોળીઓની માગ ૧,૧૯,૫૪૯ હતી જે ૨૦૦૮-૦૯માં વધીને ૧,૮૧, ૪૧૨ થઇ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિવિધ સરકારી હોસ્પિટલો તથા આરોગ્ય કેન્દ્રો અને શહેરની દવાની દુકાનો પાસેથી આંકડા મેળવવામાં આવ્યા હતા.

દિલ્હી આરોગ્ય સેવાના નિર્દેશક એસ.ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે કોન્ડોમની સરખામણીએ ગર્ભનિરોધક ગોળીઓના વપરાશમાં વધારાનું વલણ ચિંતાજનક નથી. તેમણે જણાવ્યું હતું કે આંકડા પુરવાર કરે છે કે સ્ત્રીઓમાં ગર્ભનિરોધની પદ્ધતિઓ અંગેની સમજણમાં વધારો થયો છ, આ વલણ ચિંતાજનક નથી.
ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે ગર્ભ અટકાવવા માટે લોકો વિવિધ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે, એ કારણોસર પણ કોન્ડોમનો વપરાશ ઘટયો છે. આ તરફ નેશનલ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી (નેકો)એ જણાવ્યું હતું કે સરકારના આક્રમક કુટુંબ નિયોજન કાર્યક્રમને કારણે શહેરમાં કોન્ડોમનો વપરાશ ઘટયો છે. જો કે તેમણે દાવો કર્યો હતો કે એચઆઇવી અને એઇડ્સ જેવી બિમારીઓ રોકવાના હેતુસર કોન્ડોમનો વપરાશ વધ્યો છે. નેકોના કોન્ડોમ યુનિટના સભ્ય ગૌરવ જૈને જણાવ્યું હતું કે વિવિધ માર્કેટ સર્વે પુરવાર કરે છે કે એચઆઇવી અને એઇડ્સ રોકવા દિલ્હીમાં કોન્ડોમનો ઉપયોગ વધ્યો છે. જૈને જણાવ્યું હતું કે કોન્ડોમના ઉપયોગને કારણે જાતિય આનંદમાં ઘટાડો થતો હોવાની ગેરમાન્યતાને કારણે પણ વપરાશમાં ઘટાડો નોંધાયો હોઇ શકે છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી