|
માયાવતીએ ફરી એકવાર ચલણી નોટોનો હાર પહેરીને વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
બુધવાર, 17 માર્ચ 2010 |
|
લખનઉ (એજન્સી) ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રિમો માયાવતીએ ફરી એકવાર ચલણી નોટોનો હાર પહેરીને વિરોધીઓને સણસણતો જવાબ આપી દીધો હતો.
બહુજન સમાજ પાર્ટીની સ્થાપના દિવસે માયાવતીએ પહેરેલા
હજાર-હજારની ચલણી નોટોનાં હાર સામે વિરોધ પક્ષોનાં હંગામા બાદ માયાવતીને
ફરી એકવાર ચલણી નોટોનો હાર પહેરાવીને બહુજન સમાજ પાર્ટીનાં નેતાઓએ પોતાના
મજબૂત ઈરાદાઓનો પરિચય આપ્યો હતો. વિરોધ, વિવાદો અને હંગામાથી તેઓ વિચલિત
થવાનાં નથી તેવો હુંકાર તેઓએ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 15મી માર્ચે બહુજન સમાજ પાર્ટીનાં સ્થાપના દિવસે
ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી માયાવતીને હજાર-હજારની ચલણી નોટોનો હાર
પહેરાવવામાં આવ્યો હતો. જાહેરમાં ચલણી નોટોનાં આ પ્રકારનાં પ્રદર્શનથી
વિરોધ પક્ષનાં નેતાઓ ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ આ મામલે લોકસભામાં ભારે
હોબાળો મચાવ્યો હતો.
જોકે, વિરોધ પક્ષનાં હોબાળાથી બહુજન સમાજ પાર્ટીનાં નેતાઓ વિચલિત થયા ન
હતા અને તેઓએ ફરી એકવાર આજે માયાવતીને રૂપિયા 100 અને રૂપિયા 500ની ચલણી
નોટોનો હાર પહેરાવીને વિરોધીઓને સણસણતો તમાચો ચોડી દીધો હતો. માયાવતીને
આજે પહેરાવવામાં આવેલા હારમાં રૂપિયા 18 લાખની ચલણી નોટો હતી. આ સંદર્ભે
બહુજન સમાજ પાર્ટીનાં નેતાઓએ જણાવ્યુ હતુ કે, વિરોધ પક્ષનાં હોબાળા બાદ
બહુજન સમાજ પાર્ટીએ નિર્ણય લીધો છે કે, આજ પછી માયાવતીનું સમ્માન માત્રને
માત્ર ચલણી નોટોનાં હારથી જ કરવામાં આવશે.
ગાંધીજીને સમ્માનીત કરવા માટે સુતરની આંટીનો હાર પહેરાવાય છે
ગુલામ ભારતને આઝાદ કરવવાનાં સંકલ્પ સાથે હાથમાં લાકડી અને શરીરે ખાદીનું
કપડું વીટીને રસ્તા ઉપર ઉતરી આવેલા ગાંધી બાપૂને જ્યારે કોઈ જાહેર
કાર્યક્રમમાં સમ્માનીત કરવાનાં હોય ત્યારે તેમને સુતરની આંટીનો હાર
પહેરાવવામાં આવતો હતો. ગાંધીજીનું માનવું હતુ કે, રંગબેરંગી અને સુગંધીત
ફૂલોમાં પણ પ્રાણ હોય છે. જેથી ફૂલોને બદલે સુતરની આંટીનો હાર પહેરવાનો
આગ્રહ ગાંધીજી રાખતાં હતા.
પરંતુ, આઝાદ ભારતનાં લાપરવાહ નેતાઓ હવે પોતાના સમ્માન માટે ફૂલોનો હાર
નહીં પરંતુ, ચલણી નોટોનો હાર પહેરી રહ્યા છે. ગરીબી, બેરોજગારી અને આર્થિક
મંદીની ખપ્પરમાં હોમાયેલી પ્રજાને મદદરૂપ બનવાને બદલે પોતાના સમ્માનની
નવીનવી તરકીબો અખત્યાર કરી રહ્યા છે.
|