Last Updated:19 ડિસેમ્બર 2011

માથા પર વિમાન ઉતરતાં જોગરનું બીચ પર મૃત્યુ છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
મંગળવાર, 16 માર્ચ 2010
અમેરિકાની વિચિત્ર ઘટના
(પીટીઆઇ) કોલંબિયા,
અમેરિકાના સાઉથ કરોલિનામાં એક વ્યક્તિનું અત્યંત વિચિત્ર કારણોસર મોત નિપજ્યું હતું. વહેલી સવારે તેઓ દરિયાકાંઠે જોગીંગ કરી રહ્યા હતા ત્યારે જ ટેકનીકલ ખામીને કારણે ખોટકાઇ ગયેલું સિંગલ એન્જિન વિમાન બરાબર આ જોગીંગ કરેલી વ્યક્તિ પર જ તૂટી પડ્યું હતું. જો કે દૂર્ઘટનામાં વિમાનનો પાઇલોટનો બચાવ થયો હતો.


વિન્ડશિલ્ડ પર ઑઇલ આવી જતાં પાઇલોટે ૧૩,૦૦૦ ફૂટની ઉંચાઇએથી વિમાન નીચે ઉતારતાં સર્જાયેલી દૂર્ઘટના

બચાવ ટુકડીના પ્રવકત્તા જોહેદા ફીસ્ટરે જણાવ્યું હતું કે સાઉથ કેરોલિનાના પેલમેટો ડ્યુન્સ ખાતે એક વ્યક્તિ જોગીંગ કરી રહી હતી ત્યારે જ આ દૂર્ઘટના સર્જાઇ હતી. તેમણે જણાવ્યું હતું કે હિલ્ટન હેડ એરપોર્ટ જઇ રહેલું વિમાન ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઇએ હતું ત્યારે ઓઇલ લીક થતું હોવાની ખામી સર્જાઇ હતી.

આ ખામીને કારણે વિમાનના વિન્ડશીલ્ડ પર ઑઇલ ફેલાઇ જતા પાઇલોર આગળનું દ્રષ્ય નિહાળી શકતો ન હતો જેથી તેણે દરિયામાં ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો હતો, અગાઉ તેણે વિમાનના પ્રોપેલર પણ બંધ થઇ ગયા હોવાનું જણાવ્યુ હતું. એ પછી પાઇલટે હિલ્ટન હેડ મેરીયટ રિસોર્ટ પાસે બીચ પર વિમાન ઉતારવાનો પ્રયાસ કર્યો હતો પણ કમનસીબે તે જોગીંગ કરી રહેલી વ્યક્તિ પર તૂટી પડ્યું હતું.

વિમાનના પાઇલટ તથા હતભાગી મૃતકનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. આ વિમાન ૪.૪૫ કલાકે વર્જિનીયા જવા માટે ઓર્લેન્ડોથી ઉડ્યુ હતું. ટર્બાઇન એન્જિન ધરાવતું વિમાન ૫૯૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડવાની ક્ષમતા ધરાવતું હતું. એરપોર્ટ સત્તાધીશોએ તથા નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે સમગ્ર ઘટનાની તપાસ આરંભી હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી