|
કેળાં એઈડ્સના વાઈરસનો ફેલાવો અટકાવવા સક્ષમ |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
મંગળવાર, 16 માર્ચ 2010 |
|
મિશિગન,
એઈડ્સના વાયરસ સામે રક્ષણ આપનારી નવી શક્તિશાળી સારવાર પદ્ધતિઓમાં કેળાં મુખ્ય ચાવી બની રહેશે. તેમ સંશોધકો જણાવે છે. કેળાનું બાનલેક નામનું ઘટક વર્તમાન એચઆઈવી વિરોધી બે દવાઓ જેટલું જ શક્તિશાળી હોવાનું લેબોરેટરી પરીક્ષણોમાં વૈજ્ઞાાનિકોને જણાયું છે. તેઓ માને છે કે બાનલેક પર આધારિત સસ્તી ઉપચાર પદ્ધતિઓ લાખો જિંદગીઓ બચાવવાની ગર્ભિત ક્ષમતા ધરાવે છે.
કેળાંમાં રહેલું બાનલેક નામનું તત્વ એઈડ્ઝની બે દવા જેટલું જ અસરકારક હોવાનું વૈજ્ઞાાનિક સંશોધન
આ ઘટક લેકિટન છે, જે વનસ્પતિમાં કુદરતી રીતે મળતું રસાયણ
છે અને ચેપ સામે લડત આપે છે. યુનિવર્સિટી ઓફ મિશિગનના સંશોધકોની શોધ
અનુસાર કેળામાંતી મળેલું લેકિટન દ્રવ્ય એચઆઈવી વાયરસના શરીરમાં પ્રવેશને
અવરોધીને એચઆઈવીના ચેપને અટકાવી શકે છે. મુખ્ય સંશોધક માઈકલ સ્વાનસનના
જણાવ્યા અનુસાર કેટલીક HIV દવાઓ સામે HIV વાયરસ પ્રતિરોધક બની જાય
છે, પરંતુ લેકિટન્સની હાજરીમાં આમ કરવું મુશ્કેલ છે.
જર્નલ ઓફ બાયોલોજિકલ કેમિસ્ટ્રીમાં પ્રકાશિત સંશોધન અનુસાર
HIV-1 વાયરસના અલગ અલગ સ્થળે મળતી શર્કરા પર લેકિટન બંધાઈ જાય છે.
લેકિટનનો પીછો છોડાવવા વાયરસે અસંખ્ય સ્વરૃપ બદલવા પડે (મ્યુટેશન્સ), જે
શક્ય નથી. અત્યારે HIV વિરોધી બે દવા ઉપયોગમાં છે તેના જેટલી જ ક્ષમતા
બાનલેકમાં હોવાનું વૈજ્ઞાાનિકોને લેબોરેટરી પરીક્ષણોમાં જણાયું હતું. બાનલેકના સ્વરૃપને બદલી તેને માનવ દર્દીઓના ઉપયોગને અનુકૂળ બનાવવાની પ્રક્રિયા સ્વાનસન વિકસાવી રહ્યા છે.
સંશોધકો માને છે કે બાનલેકને એકલા અથવા અન્ય HIV વિરોધી
દવાઓની સાથે સંયુક્તપણે પ્રયોજી શકાય છે. થોડી પણ સફળતા વિશ્વમાં લાખો
જિંદગીઓ બચાવશે તેવો તેમનો દાવો છે. અત્યારે નવા દર્દીઓ લ્લૈંફ વિરોધી
દવાઓ મેળવે છે તેના કરતા ૨.૫ ગણી ઝડપે નવા લ્લૈંફ ચેપ વધતા જાય છે.
|