Last Updated:19 ડિસેમ્બર 2011

પૂણેની જર્મન બેકરીને ત્રાસવાદી હુમલાની ચેતવણી અપાઇ હતી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 16 માર્ચ 2010
(પીટીઆઇ) નવી દિલ્હી,
કેન્દ્ર સરકારે આજે લોકસભામાં જણાવ્યું હતું કે પૂણેમાં આવેલી જર્મન બેકરીને સંભવિત ત્રાસવાદી હુમલાની શક્યતા અંગે અગાઉ બે વખત ચેતવણી આપવામાં આવી હતી. ગૃહ પ્રધાન ચિદમ્બરમે જણાવ્યું હતું કે ગયા મહિને થયેલો વિસ્ફોટ અમારી છબિ પર પડેલા કાળા ધબ્બા સમાન છે. તેમણે સ્વીકાર્યું હતું કે ગુપ્તચર માહિતી આપવામાં આવી હોવા છતાં આ વિસ્ફોટ અટકાવી શકાયો ન હતો.


બે વખત આગોતરી જાણ કરવામાં આવી હોવા છતાં બેકરીએ કોઇ પગલાં નહિ લીધા હોવાની લોકસભામાં કેન્દ્રની સ્પષ્ટતા

લોકસભામાં આજે એક સવાલનો જવાબ આપતા ગૃહ પ્રધાન ચિદમ્બરમે જણાવ્યું હતું કે પૂણે વિસ્ફોટની ઘટના ગુપ્તચર તંત્રની નિષ્ફળતા નથી કારણ કે આ અંગે મહારાષ્ટ્ર પોલીસને આગોતરી ચેતવણી આપવામાં આવી હતી. એનસીપીના સભ્ય સુપ્રીયા સૂલેના પ્રશ્નના ઉત્તરમાં ચિદમ્બરમે જણાવ્યું હતું કે ગુપ્તચર માહિતી વહેચવામાં આવી હોવા છતાં પૂણે વિસ્ફોટ થયો, આ ઘટના અમારી છબિ પર કાળા ધબ્બા સમાન છે.ઉલ્લેખનીય છે કે પૂણેની જાણીતી જર્મન બેકરી ખાતે ગત ૧૩મી ફેબુ્રઆરીએ બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં ૧૭ લોકો માર્યા ગયા હતા. ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે ૯ ઓક્ટોબર, ૨૦૦૯ના રોજ પૂણે પોલીસે કોરેગાંવ વિસ્તારના તમામ સ્થળોને લેખિતમાં ચેતવણી આપી હતી. આ સ્થળોમાં જર્મન બેકરી પણ સામેલ છે, બેકરીના મેનેજર પ્રવિણ પંતે પણ આ અંગેનો સ્વીકાર કર્યો હતો.

ચિદમ્બરમે જણાવ્યું હતું કે કમનસીબે જર્મન બેકરીએ પોલીસની ચેતવણીને ગણકારી ન હતી. દરમિયાન આ પ્રકારની ઘટનાઓ રોકવા સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાં અંગે ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આંતરિક સુરક્ષા વ્યવસ્થાની નિયમિતપણે સમીક્ષા કરે છે. તથા ગુપ્તચર માહિતી સતત રાજ્ય સરકારો સાથે વહેંચવામાં આવે છે. તેમણે એમપણ જણાવ્યું હતું કે રાજ્યોને ત્રાસવાદ વિરોધી દળોની રચના માટે કેન્દ્ર દ્વારા સંપુર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી