Last Updated:19 December 2011

તમામ ખાનગી કંપનીઓને CISF સુરક્ષા નહિ મળે છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 16 માર્ચ 2010
(પીટીઆઈ) નવી દિલ્હી,
સરકાર તમામ ખાનગી કંપનીઓને નહિ, પરંતુ પસંદગીની ખાનગી કંપનીઓને જ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સીક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ની સલામતી પૂરી પાડશે. આ અર્ધલશ્કરી દળોનું સલામતી છત્ર ઈચ્છતી ખાનગી કંપનીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે.


મોટાભાગની કંપનીઓ સરકારે તૈયાર કરેલા પ્રાયોરીટી લીસ્ટમાં આવતી નથી

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં ખાનગી કંપનીઓએ સીઆઈએસએફના સલામતી છત્રની માગણી કરી છે, પરંતુ મોટા ભાગની કંપનીઓ સરકાર દ્વારા તૈયાર કરાયેલી પ્રાધાન્યતા યાદીની બહાર છે. સરકારે જામનગર સ્થિત રીલાયન્સ રીફાઈનરી તથા વિપ્રો સહિત અન્ય ૩૩ ખાનગી કંપનીઓને પ્રાધાન્યતાના ધોરણે સલામતીછત્ર આપવા નોંધ લીધી છે. પ્રતિષ્ઠિત સીઆઈએસએફનું સલામતીછત્ર મેળવવા તત્પર ખાનગી કંપનીઓની યાદીમાં હાલ ૧૦૭ કંપની છે.

આ ૧૦૭ કંપનીઓમાં ફાઈવ સ્ટાર હોટેલ્સ અને શાળાઓ પણ સામેલ છે. આ ઉપરાંત, કેટલીક કંપનીઓને તેમના સ્થાનના કારણે જ સલામતી આપવી મુશ્કેલ છે, જેમાં નકસલવાદગ્રસ્ત છત્તીસગઢમાંથી આંધ્રપ્રદેશ જતી ૨૫૦ કિ.મી. લાંબી એસ્સાર સ્ટીલની પાઈપલાઈનનો પણ સમાવેશ થાય છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રે જણાવ્યું હતું કે પ્રાધાન્યતા યાદીમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી, વીજળી અને ઓઈલ સેક્ટર મુખ્ય છે. તેમને પ્રથમ સલામતી પૂરી પાડવાનો પ્રયત્ન રહેશે. સીઆઈએસએફના જવાનો બેંગલોર અને ઈલેક્ટ્રોનિક સિટીમાં ઈન્ફોસીસને સલામતી પૂરી પાડે છે. આ ઉપરાંત, મૈસુરમાં પણ ઈન્ફોસીસ ઓફિસ એકમ પ્રાધાન્યતાની યાદીમાં છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી