Last Updated:19 ડિસેમ્બર 2011

બીસીસીઆઇને ચાલુ સિઝનમાં ૭૫૦ કરોડ રૂપિયાની આવક થશે છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 16 માર્ચ 2010
એક ચેનલ સાથે બોર્ડે ૧૦૦ કરોડના કરાર કર્યા
મુંબઇ,
વિશ્વના ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇની આવકમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ભારતમાં ક્રિકેટની જબરદસ્ત લોકપ્રિયતાને સહારે બીસીસીઆઇની તિજોરી સતત ઓવરફ્લો થતી રહી છે. એક અંદાજ મુજબ ભારતીય ક્રિકેટ બોર્ડને ચાલુ સિઝનમાં આશરે ૭૫૦ કરોડ રૂપિયા જેટલી આવક થાય તવો અંદાજ છે. ખાસ કરીને આઇપીએલના કારણે પણ બોર્ડની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.


ગત વર્ષ કરતાં આવકમાં ૨૫ ટકા વધારાનો અંદાજ

એક અંદાજ પ્રમાણે બીસીસીઆઇની ગત સિઝનની આવક કરતાં ચાલુ સિઝનની આવકમાં ૨૫ ટકા જેટલો વધારો થાય તેવો અંદાજ છે. જાન્યુઆરીમાં જ બોર્ડે એક વેબસાઇટ અને મનોરંજન પુરૂ પાડતી ચેનલ સાથે અનુક્રમે રૂા. ૮૦ કરોડ અને રૂા. ૧૦૦ કરોડના કરાર ત્રણ વર્ષ માટે કર્યા હોવાનું વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે. આઇપીએલે પણ જુદી-જુદી છ કંપનીઓ સાથે સ્પોન્સરશીપ કરાર કર્યા છે અને તેની કુલ કિમત આશરે રૂા. ૧૨૫ કરોડ વાર્ષિક થવા જાય છે. એક ટાયર કંપનીએ પણ સ્ટેડિયમ બલૂન મારફતે પોતાની જાહેરાત કરવા માટે આઇપીએલને ૃવાર્ષિક કરારના આશરે રૂપિયા ૧૫ કરોડની ચુકવણી કરી હોવાનું મનાય છે. આઇપીએલની ત્રીજી સિઝનમાથી થનારી આવકમાં આશરે ૨૫ થી ૩૦ ટકા જેટલો વધારો થાય તેવો અંદાજ છે. આઇપીએલે થીએટ્રીકલ રાઇટ્સ ૧૦ વર્ષ માટે વેચીને રૂપિયા ૩૩૦ કરોડ ઉભા કર્યા છે. અન્ય પણ કેટલાક કરાર કરવામાં આવ્યા છે.

હાલના બ્રોડકાસ્ટીગ હક્કો અને સેન્ટ્રલ સ્પોન્સરશીપમાંથી થતી આવક આઠેય ટીમોમાં વહેંચવામાં આવે છે જ્યારે આઇપીએલ બ્રોડકાસ્ટીંગ હક્કોના વેચાણમાંથી થતી આવકના ૨૦ ટકા અને સેન્ટ્રલ સ્પોન્સરશીપમાંથી થતી આવકના ૪૦ ટકા રકમ પોતાની પાસે રાખે છે. અન્ય સ્પોન્સર્સ પણ વાર્ષિક ધોરણે આશરે રૂપિયા ૫૫ કરોડ જેટલી સ્પોન્સરશીપ આઇપીએલને આપતા હોય છે, જેના કારણે બોર્ડને થનારી આવકમાં જોરદાર વધારો થાય તેવો અંદાજ છે.
 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી