|
ઇજાગ્રસ્ત સ્મિથ અને મેસ્કરેન્હાસ આઇપીએલની બાકીની મેચો ગુમાવશે |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
મંગળવાર, 16 માર્ચ 2010 |
|
રાજસ્થાન રોયલ્સને મોટો ફટકો
અમદાવાદ,
રાજસ્થાન રોયલ્સનો સ્ટાર બેટ્સમેન સ્મિથ અને મેચ વિનર બની શકે તેવો ઓલરાઉન્ડર મેસ્કરેન્હાસ ઇજાગ્રસ્ત થઇ આઇપીએલ-૩માંથી બહાર થઇ જતાં ટીમને મોટો ફટકો પહોંચ્યો છે. અમદાવાદમાં રમાયેલી દિલ્હી સામેની મેચમાં આ બે સ્ટાર ખેલાડીઓ ઉપરાંત રાજસ્થાનના આધારભૂત ઓલરાઉન્ડર યુસુફ પઠાણને પણ ઇજા થવા પામી હતી. સ્મિથ-મેસ્કરેન્હાસ ઇજાગ્રસ્ત થઇ ટુર્નામેન્ટમાંથી જ બહાર થઇ જતાં રાજસ્થાન પાસે હવે માત્ર ત્રણ જ વિદેશી બેટ્સમેનો બાકી બચ્યા છે.
યુસુફ પઠાણ પણ ઇજાગ્રસ્ત બન્યો
આઇપીએલની ત્રીજી સિઝનમાં શરૂઆતની બંને મેચો હારી જનારી
રાજસ્થાનની ટીમના ત્રણ મહત્વના સ્ટાર ખેલાડીઓ ઇજાગ્રસ્ત બની જતાં હવે
તેમની ટીમ સાવ સાધારણ કક્ષાની લાગી રહી છે. સાઉથ આફ્રિકાના આક્રમક ઓપનર
સ્મિથને અમદાવાદમાં રમાયેલી દિલ્હી સામેની મેચમાં સેહવાગનો કેચ પકડવા જતાં
જમણા હાથની આંગળી પર ફ્રેકચર થયુ હતુ. જ્યારે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર
મેસ્કરેન્હાસનો પગ રન દોડતી વખત મચકોડાઇ ગયો હતો અને તે રનઆઉટ થયો હતો.
બંને ખેલાડીઓ સ્વદેશ પરત ફરવાના છે તેવી જાહેરાત કરતાં
વોર્ને લખ્યુ છે કે, સ્મિથ અને મેસ્કરેન્હાસ તેમની ઇજાઓના કારણ સ્વદેશ પરત
ફરી રહ્યા છે. તેમના જેવા સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી રાજસ્થાન માટે આકરા
ફટકારૂપ સાબિત થશે. હવે રાજસ્થાન પાસે માત્ર ત્રણ જ વિદેશી બેટ્સમેનો બાકી
બચ્યા છે, જેમાં માર્ટિયન, વોજીસ અને હેમ્પશાયરનો માઇકલ લમ્બનો સમાવેશ થાય
છે. રાજસ્થાન આઇપીએલ ગુમાવનારા સ્ટાર્સ ક્રિકેટર કારણ જાડેજા પ્રતિબંધ વોટસન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્મિથ ઇજાના કારણે મેસ્કરેન્હાસ ઇજાના કારણે યુસુફ ઇજાગ્રસ્ત બનતા શંકાસ્પદ છે
|