Last Updated:19 ડિસેમ્બર 2011

સોનાના બિસ્કિટમાં રૂ.૧૨૦૦નો ઉછાળો છાપો ઈ-મેલ
કોમોડિટીઝ્
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 16 માર્ચ 2010
ડોલર ઘટતાં હેજફંડોની ખરીદી વચ્ચે વિશ્વમાં સોનામાં તેજીની આગેકૂચ
 
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુબઈ,
મુંબઈ સોના-ચાંદી બજાર આજે ગુડી પડવા નિમિત્તે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે ભાવોમાં હવામાન તેજીનું રહ્યું હતું. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશદીઠ જે સોમવારે  ૧૧૦૬.૫૦થી ૧૧૦૭ ડોલર આસપાસ રહ્યા હતા.  તે આજે વધીને ૧૧૧૬થી ૧૧૧૬.૫૦ થઈ ૧૧૧૩.૫૦થી ૧૧૧૪ ડોલર રહ્યાના સમાચારો હતા.
 

સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૧૬.૯૯થી ૧૭.૦૦ ડોલર વાળા વધી આજે ૧૭.૩૧ થઈ ૧૭.૨૭ ડોલર રહ્યાના સમાચારો હતા.  મુંબઈમાં  સોનાના ૧૦ ગ્રામના ભાવો ૯૯.૫૦ના જે સોમવારે રૂ.૧૬૫૦૫ બંધ રહ્યા પછી સોમવારે મોડી સાંજે રૂ.૧૬૫૩૦ રહ્યા હતા તે આજે વઘુ વધીને રૂ.૧૬૬૧૦ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો આજ રીતે ૧૬૫૯૦ વાળા રૂ.૧૬૭૦૦ આસપાસ રહ્યા હતા. ચાંદીના ભાવો ૯૯૯ના કિલોના રૂ.૨૭૦૦૦ વાળા આજે રૂ.૨૭૩૨૫ થઈ રૂ.૨૭૨૭૫  થી ૨૭૩૦૦ આસપાસ રહ્યા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો રૂ.૧૯૪૦૦૦ વાળા આજે ઉછળી રૂ.૧૯૫૨૦૦ રહ્યા હતા. ગુડી પડવા નિમિત્તે આજે શો-રૂમોમાં ડિમાન્ડ રહી હતી. વિશ્વ બજારમાં આજે ડોલરના ભાવો ઘટતાં સોનામાં હેજફંડોની લેવાલી વધતાં વિશ્વ બજારમાં ભાવો ઉછળ્યાની ચર્ચા હતી. મુંબઈમાં આજે ડોલરના ભાવો ઘટી રૂ.૪૫.૫૭  હતા.

હળદર, જીરૂ તથા મરીમાં ઉપલી સર્કિટ

ગુડી પડવાનાં તહેવારની રજા વચ્ચે આજે ઘણા રાજ્યોમાં હાજર મંડીઓ બંધ રહી હતી. પરિણામે વાયદામાં પણ કામકાજ ઘટયા હતા. જો કે મક્કમ લેવાલી વચ્ચે આજે બુલીયન, મસાલા, તેલિબિંયા તથા અનાજ એમ મોટાભાગનાં વાયદા આજે વઘ્યા મથાળે બંધ રહ્યા હતા.  પરિણામે આજે હળદર, જીરૂ તથા મરીના વાયદામાં ૨થી ૩ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. જયારે બટાટાનાં વાયદામાં ભારે વધઘટ વચ્ચે ૩ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. સુરેન્દ્રનગર-૭૯૭ કપાસનાં વાયદામાં ૧૪૦૨ ગાડીનાં સોદા સાથે ૧૭ કરોડ રૂ.નાં વાયદા વેપાર થયા હતા.

મુંબઈ એરંડા એપ્રિલના ભાવો રૂ.૨૯૦૪ વાળા આજે રૂ.૨૯૦૨ ખુલી રૂ.૨૮૯૮ રહ્યા પછી ઉછળી રૂ.૨૯૨૫ રહ્યા હતા. ૧૨૦ ટનના વેપારો થયા હતા. એફએસજી કંડલાના ભાવો રૂ.૬૨૫ આસપાસ ટકેલા રહ્યા હતા. મુંબઈ સિંગતેલના ભાવો રૂ.૬૭૦ના મથાળે ટકેલા રહ્યા હતા. જયારે રાજકોટ બાજુ ભાવો રૂ.૬૭૫ વાળા રૂ.૬૬૫ અને ૧૫ કિલોના રૂ.૧૦૫૫  વાળા રૂ.૧૦૩૫ રહ્યાના સમાચારો હતા. મુંબઈ પામતેલના ભાવો રૂ.૪૦૨ વાળા રૂ.૪૦૦ રહ્યા હતા.  સોયાતેલ  રિફા.ના ભાવો રૂ.૪૪૨ના મથાળે શાંત રહ્યા હતા.

મુંબઈ  સ્પોટ પર ભાવો ગુજરાત કલ્યાણના રૂ.૧૯૯૦૦થી ૨૦૦૦૦ તથા ગુજરાત સંકર-૪ના રૂ.૨૭૮૦૦થી ૨૮૦૦૦ રહ્યા હતા. એમ.પી. તથા મહારાષ્ટ્ર બાજુ ભાવો રૂ.૨૬૮૦૦થી ૨૭૦૦૦ રહ્યા હતા. નોર્થ બાજુ જગા પર ત્યાંની લોકલ મિલોની માંગ જળવાઈ રહેતાં ત્યાં   સ્પોટના ભાવો નરમાના વધતા રહી મણદીઠ રાજસ્તાન બાજુ રૂ.૨૭૦૦થી ૨૭૭૫, હરિયાણા બાજુ રૂ.૨૭૬૦થી ૨૮૨૦ તથા પંજાબ બાજુ  રૂ.૨૮૩૦થી ૨૮૮૫હતા. દરમિયાન મથકોએ કપાસ તથા કપાસિયાના ભાવો નરમ રહ્યા હતા. કપાસના ભાવો રૂ.૬૭૦થી ૬૭૫ તથા કપાસિયાના ભાવો રૂ.૨૬૦ આસપાસ રહ્યા હતા. તાજેતરમાં અમુક નિકાસકારોએ નોર્થમાં નિકાસ માટે ખરીદેલા  માલો પૈકી આશરે ૨૦થી ૨૨ હજાર ગાંસડી માલો નિકાસ કરવાના બદલે નોર્થમાં મિલોને વેંચ્યાના સમાચારો હતા. દરમિયાન, ન્યૂયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો આજે નજીકની ડિલીવરીમાં ૨૯ અને ૩૦ પોઈન્ટનો ચમકારો જયારે ત્યાર પછીની ડિલીવરીમાં ૧૦ પોઈન્ટની નરમાઈ હતી.

નવી મુંબઈ ખાંડ બજાર  નાકા ડિલીવરીના ભાવો જે સોમવારે મોડી સાંજે વધીને રૂ.૩૨૦૦થી ૩૨૫૦ અને સારાના રૂ.૩૨૮૦થી ૩૩૫૦ રહ્યા હતા તે આજે ઘટી રૂ.૩૧૫૦થી ૩૨૦૦ તથા સારાના રૂ.૩૨૦૦થી ૩૩૦૦ રહ્યાના સમાચારો હતા. મિલો પર આજે ભાવો છેલ્લે નાકાના ભાવો કરતાં રૂ.૮૫ જેટલા નીચા ે હતા.

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી