|
પાકિસ્તાનનાં ખેલાડીઓ મેચ ફિક્સીંગમાં શામેલ |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
મંગળવાર, 16 માર્ચ 2010 |
|
લાહોર (એજન્સી) પાકિસ્તાની સંસદની એક પેનલે સોમવારે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, તાજેતરમાં
ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ક્રિકેટ સિરીઝ દરમિયાન કેટલાક
પાકિસ્તાની ખેલાડીઓ મેચ ફિક્સીંગ કૌભાંડમાં શામેલ હતા. જોકે, સંસદની પેનલે
મેચ ફિક્સીંગમાં સંડોવાયેલા પાકિસ્તાની ખેલાડીઓનાં નામ જાહેર કર્યા ન હતા.
દેશનાં રમતગમત મંત્રાલયનાં સેનેટનાં ત્રણ સદસ્યોની ઉપ સમિતીએ પાકિસ્તાન
ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ એઝાઝ બટ તથા અન્ય અધિકારીઓ સાથે તાજેતરમાં બેઠક
યોજી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ સમિતીનાં સદસ્યોએ સંસદમાં ઉપરોક્ત ખુલાસો
કરતાં પાકિસ્તાન ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો.
આ ઉપ સમિતીનાં સદસ્ય હારુન અખતરે ખુલાસો કર્યો હતો કે, તેમની સમિતીને
દસ્તાવેજો દ્વારા પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસ અંગેની
જાણકારી આપવામાં આવી હતી. જેમાં મૌખીક, વિડીયો તથા અન્ય મજબૂત પુરાવા
દ્વારા સાબિત થાય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની મેચોમાં પાકિસ્તાની ક્રિકેટ
ટીમનાં એક અથવા એકથી વધુ ખેલાડીઓ મેચ ફિક્સીંગમાં શામેલ હતા. ઉલ્લેખનીય છે
કે, ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસ દરમિયાન રમાયેલી સિરીઝમાં પાકિસ્તાનને તમામ
મેચોમાં પરાજય મળ્યો હતો.
|