Last Updated:19 ડિસેમ્બર 2011

ભારતીય ફિલ્મોમાં વિદેશી ડાન્સરોને કામ આપવા સામે એમએનએસનો વિરોધ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
મંગળવાર, 16 માર્ચ 2010
મુંબઈ (એજન્સી) મુંબઈમાં ઉત્તર ભારતીયોનો વિરોધ કરી રહેલું સંગઠન એમએનએસે હવે વિદેશીઓનાં વિરોધ તરફ વળ્યું છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતી વિદેશી આઈટમ ગર્લ્સનો વિરોધ શરૂ કરી દીધો છે.

તાજેતરમાં એમએનએસનાં કેટલાક કાર્યકર્તાઓ મુંબઈનાં મહેબૂબ સ્ટુડિયોમાં પહોંચી ગયા હતા. જ્યાં અભિષેક બચ્ચનની નવી ફિલ્મ કુક્ડનું શૂટિંગ ચાલી રહ્યું હતુ. ફિલ્મનાં સેટ ઉપર કેટલીક વિદેશી ડાન્સરો મૌજુદ હતી. એમએનએસ કાર્યકર્તાઓએ આ વિદેશી ડાન્સરોનો ભારે વિરોધ કર્યો હતો અને તેમના સ્થાને ભારતીય જૂનિયર ડાન્સરોને કામ પર રાખવાની માગણી ફિલ્મ પ્રોડ્યુસર સમક્ષ કરી હતી.

જોકે, આ ઘટના બાદ ફિલ્મ પ્રોડ્યુસરે સ્થાનીક પોલીસ મથકે એમએનએસનાં કાર્યકર્તાઓ વિરુદ્ધ ખંડણી માગવાની ફરિયાદ નોંધાવી હતી. ફિલ્મ પ્રોડ્યુસરે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં 11 જેટલા કાર્યકર્તાઓએ તેમની પાસે ફિલ્મનું શૂટિંગ શાંતિપૂર્ણ રીતે કરવા દેવા માટે રૂપિયા 27 લાખની ખંડણીની માગણી કરી હતી.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી