Last Updated:19 ડિસેમ્બર 2011

ઈસરોનાં સુરક્ષા જવાન ઉપર બે અજ્ઞાત શખ્સોનો ગોળીબાર છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
મંગળવાર, 16 માર્ચ 2010
બેંગલોર (એજન્સી) બેંગલોર શહેરનાં પરાં વિસ્તારમાં સ્થિત ઈસરો સંસ્થાનનાં સુરક્ષા જવાન ઉપર બે અજ્ઞાત શખ્સોએ ગોળીબાર કરતાં હાહાકાર મચી ગયો હતો.
બંદૂકધારી અજ્ઞાત શખ્સોનાં ગોળીબારનાં જવાબમાં સુરક્ષા અધિકારીઓએ વળતું ફાયરિંગ કરતાં બંને જણાં ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત સુરક્ષાકર્મીને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ, બેંગલોરનાં પરા વિસ્તારમાં સ્થિત ઈસરો સંસ્થાનની આસપાસ બે શંકાસ્પદ શખ્સો ફરતાં જોવા મળ્યા હતા. જેથી ઈસરોનાં સુરક્ષા જવાનોએ બંનેને રોકીને તેઓની પુછતાછ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન બંને અજ્ઞાત શખ્સોએ પોતાની પાસે રહેલી બંદૂક અચાનક કાઢી હતી અને સુરક્ષાકર્મીઓ ઉપર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ગોળીબારમાં એક સુરક્ષાકર્મી ઘાયલ થયો હતો.

અચાનક શરૂ થયેલા ગોળીબારને પગલે ઈસરોનાં સુરક્ષા અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. અજ્ઞાત હુમલાખોરોનાં ગોળીબારનાં જવાબમાં ઈસરોનાં સુરક્ષા અધિકારીઓએ પણ વળતું ફાયરિંગ કર્યું હતુ. જેને પગલે બંને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે બેંગલોર પોલીસમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ ઈસરોનાં સુરક્ષાકર્મી ઉપર ગોળીબાર કરનારા શખ્સોની ભાળ મેળવવાનાં પ્રયાસો શરૂ કર્યા હતા.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી