Last Updated:19 ડિસેમ્બર 2011

CT સ્કેનનો વધુ ઉપયોગ કેન્સરને આમંત્રણ આપે છે છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 15 માર્ચ 2010
(પીટીઆઇ)              સિડની, તા.૧૫
ઓસ્ટ્રેલિયાના આરોગ્ય નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે સીટી સ્કેનનો વધુ ુપડતો વપરાશ કેન્સરના શક્યતામાં પણ વધારો કરે છે. નિષ્ણાંતોએ ડૉક્ટરોને પીઠના દુખાવા જેવા કારણોસર નિદાન માટે સીટી સ્કેન નહિ કરવાની સલાહ આપી હતી. તારણો મુજબ દર્દીઓની સારવાર સાથે સમાધાન કર્યા વિના ૪૦ ટકા જેટલા સીટી સ્કેન ટાળી શકાતા હોય છે.
પીઠના દુખાવા જેવી સમસ્યાઓના નિદાન માટે સીટી સ્કેનની ભલામણ નહિ કરવા ડૉક્ટરોને સલાહ

સંશોધકોના જણાવ્યા પ્રમાણે ડાયગ્નોસ્ટીક રેડીયોલોજીને કારણે ઓસ્ટ્રેલિયામાં છેલ્લા વર્ષમાં કેન્સરના ૪૦૦ નવા કેસો નોંધાયા છે. જો કે કોમ્પ્યુટરાઇઝ્ડ ટોમોગ્રાફી સ્કેનની સંખ્યામાં કોઇ ઘટાડો થયો નથી, આંકડાઓ મુજબ છેલ્લા એક વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં સીટી સ્કેનના ઉપયોગના પ્રમાણમાં ૧૨ ટકાનો વધારો નોંધાયો હતો.

ઓસ્ટ્રેલિયાના પ્રોફેશનલ સર્વિસ રિવ્યુના ડિરેક્ટર ટોની વેબરે પીઠના દુખાવા જેવા કારણોસર નિદાન માટેના પ્રથમ વિકલ્પ તરીકે સીટી સ્કેનનો ઉપયોગ નહિ કરવાની સલાહ આપી હતી. વેબરે આ પ્રકારના બિનજરૃરી સ્કેન સામે ચેતવણી આપી હતી. રોયલ પર્થ હોસ્પિટલના રેડીયોલોજી વિભાગના વડા પ્રો.મેન્ડેલસને પણ બિમારીઓના નિદાન માટે રેડીયોલોજી પદ્ધતિનો બિનજરૃરી ઉપયોગ કરવા સામે ચેતવણી આપી છે. તેમણે જો કે જણાવ્યું હતું કે સીટી સ્કેનને કારણ થતું નુકસાન પ્રમાણમાં ઓછું હોય છે. તેમણે જણાવ્યું હતું કે ઉદર અથવા પેઢુના ભાગના સીટી સ્કેનના કારણે પ્રતિ ૧,૦૦૦ દીઠ ૧ કેસમાં જીવલેણ કેન્સરની શક્યતા રહે છે.

મેલબોર્નના સાઉધર્ન મેડીકલ સર્વિસના ડિરેક્ટર ઑફ રિસર્ચ સ્ટેસી જ્યોર્જીયને આ અંગે મેડીકલના વિદ્યાર્થીઓમાં રેડીયોલોજી અંગેની સમજમાં વધારો કરવાની જરૃરિયાતને અત્યંત તાકીદની ગણાવી હતી.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી