Last Updated:19 December 2011

પોલીસને વોરંટ વગર જ ધરપકડની સત્તા મળશે છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 15 માર્ચ 2010

ફોજદારી કાયદામાં સુધારા કરતું બિલ લોકસભામાં રજૂ

 (પીટીઆઇ)                નવી દિલ્હી, તા.૧૫
ફોજદારી કાયદાઓમાં ફેરફાર સુચવતુ બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. સંશોધિત બિલમાં પોલીસને વોરંટ વગર પણ ધરપકડની સત્તા આપતી જોગવાઇ પણ સામેલ છે. આ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારતીય દંડ સંહિતામાં 'બળાત્કાર'ના સ્થાને 'જાતીય હુમલો'શબ્દ રાખવા વિચારણા શરૃ કરી છે. ગૃહ મંત્રાલયના આંકડાઓ મુજબ વર્ષ ૨૦૦૬થી ૨૦૦૮ દરમિયાન બે લાખથી વધુ સ્ત્રીઓ બળાત્કાર, સતામણી કે છેડતી જેવા જાતિય ગુનાની ભોગ બની હતી.

માત્ર કોગ્નિઝેબલ ગુનાને આ સત્તા લાગુ પડશે ઃ ભારતીય દંડ સંહિતામાં 'બળાત્કાર'ને સ્થાને 'જાતીય હુમલો' શબ્દ આવશે

લોકસભામાં આજે ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમે કોડ ઑફ ક્રિમીનલ પ્રોસીજર (સંશોધિત) બિલ રજૂ કર્યું હતું, જે વધુમાં વધુ સાત વર્ષની સજા પાત્ર કોગ્નીઝેબલ ગુના પર લાગુ પડશે. આ સાથે પોલીસે ધરપકડની જરૃર ન હોય એવા કેસમાં ધરપકડ નહિ કરવાના કારણોનો રેકોર્ડ રાખવો પડશે. સંશોધિત બિલમાં કાયદા પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણો સામેલ કરવામાં આવી છ, બિલમાં ધરપકડની જરૃર ન જણાઇ હોય એવા કેસમાં પોલીસ માટે નોટિસ આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

આ સાથે સરકાર ભારતીય દંડ સંહિતામાં 'બળાત્કાર'ના સ્થાને 'જાતીય હુમલો' શબ્દ વાપરવા વિચારણા શરૃ કરી છે, સંબંધિત કલમ હેઠળ વધુ ગુનાઓને આવરી લેવાના હેતુસર આ વિચારણા શરૃ કરવામાં આવી છે. આ સંદર્ભમાં ગૃહ મંત્રાલય બિલના મુસદ્દા પર કામ કરી રહ્યું છે, જે મુજબ ૧૫૦ વર્ષ જૂના ભારતીય દંડ સંહિતામાં ફેરફાર કરવામાં આવશે.

હાલ બળાત્કારના કેસમાં આઇપીસીની કલમ ૩૭૫ લાગુ કરવા માટે જાતીય સંભોગ જરૃરિ ગણવામાં આવે છે પણ હવે સરકાર ગુદામૈથુન, ફીંગરીંગ, વિદેશી ચીજ દાખલ કરવી વિગેરે જેવી બાબતો પણ બળાત્કાર જેવી જ માનવામાં આવશે. આ સાથે આ પ્રકારના ગુનાઓમાં જાતિય-સમાનતા લાગુ કરવાની વિચારણા છે, એટલે કે પુરુષ અથવા સ્ત્રી કોઇપણ સામે 'જાતિય હુમલા' બદલ કલમ લાગુ થઇ શકશે.
સુત્રોએ જણાવ્યું હતું કે જાતિય ગુનાઓમાં સમલૈંગિકતાને પણ સામેલ કરવાના હેતુસર આ પગલું લેવાયું છે. પ્રસ્તાવિત બિલ અંગે ગૃહ મંત્રાલયે કાનૂન મંત્રાલયનો અભિપ્રાય માગ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા તાજા આંકડાઓ મુજબ દેશમાં બાળકો પર બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, ૨૦૦૬માં આ પ્રકારના ૪,૭૨૧ કેસો નોંધાયા હતા જ્યારે ૨૦૦૭માં ૫,૦૪૫ અને ૨૦૦૮માં ૫,૪૪૬ કેસો નોંધાયા હતા.

આંકડાઓ મુજબ વર્ષ ૨૦૦૬થી ૨૦૦૮ દરમિયાન કુલ બે લાખથી વધુ સ્ત્રીઓ જાતિય ગુનાઓની ભોગ બની હતી. સરેરાશ જોઇએ તો વર્ષ ૨૦૦૬થી ત્રણ વર્ષના ગાળામાં દરરોજ ૧૯૧ મહિલાઓ બળાત્કાર, જાતિય સતામણી જેવા ગુનાની ભોગ બની રહી છે. ૨૦૦૬-૨૦૦૮ દરમિયાન દેશભરમાં બળાત્કારના ૬૧,૫૫૨ કેસો નોંધાયા હતા. એ જ રીતે જાતીય સતામણી અથવા છેડતીના કુલ ૩૩,૧૩૦ કેસો નોંધાયા હતા.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી