Last Updated:19 December 2011

૧૧મી યોજનામાં ૫.૮ કરોડ નવી નોકરીઓના સર્જનનો ધ્યેય છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 15 માર્ચ 2010
(પીટીઆઈ)    નવી દિલ્હી, તા. ૧૫
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ૧૧મી પંચવર્ષીય યોજના (વર્ષ ૨૦૦૭-૨૦૧૨) દરમિયાન ૫.૮ કરોડ જેટલી નોકરીની નવી તકો ઉભી કરાશે. આ સફળતા પાછળ ડીસેમ્બર ૨૦૦૮થી અભ્યાસ સુધીમાં સરકારે આપેલા ૩ સ્ટિમ્યુલસ પેકેજ અને અન્ય પગલાને કારણભૂત ગણવામાં આવે છે.
રોજગારીના દરમાં વાર્ષિક ૨.૭૩ ટકાના દરે વધારો થવાનો સરકારનો અંદાજ

લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરવણીનો જવાબ આપતા શ્રમ અને રોજગાર પ્રધાન મલ્લિકાર્જૂન ખાર્ગેએ જણાવ્યું હતું કે વાર્ષિક ધોરણે રોજગારીમાં ૨.૭૩ ટકાનો વધારો થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. ગૃહને માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયેધરી યોજના (મનરેગા) અંતર્ગત વર્ષ ૨૦૦૯-૧૦માં એપ્રિલથી જાન્યુઆરી મહિના દરમિયાન રૃા. ૨૭,૩૬૮.૭૬ કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત સુવર્ણજયંતિ સ્વરોજગાર યોજના અને શહેરી રોજગાર યોજના સહિતની રોજગારી ઊભી કરતા વિવિધ કાર્યક્રમોમાં પણ સરકાર નોકરી પૂરી પાડવા માટે રાજ્યોને ભંડોળ પુરુ પાડે છે. સરકાર બેરોજગારી અંગે કોઈ ભથ્થુ આપવાની છે કે કેમ તેવું પૂછાતા ખાર્ગેએ જણાવ્યું હતું કે હાલના તબક્કે સરકાર પાસે આવી કોઈ યોજના વિચારણામાં નથી.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી