Last Updated:19 ડિસેમ્બર 2011

કોમી રમખાણોમાં 'સીટ'ની તપાસને સુપ્રીમમાં પડકાર છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 15 માર્ચ 2010
ગોધરાકાંડ પછી ગુજરાતમાં ફાટી નીકળેલાં

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૧૫
ગોધરાકાંડ પછીના રમખાણોની તપાસ કરી રહેલી સીટ (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ) સમક્ષ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત થાય એ અગાઉ ભાજપના એક ધારાસભ્યએ સીટ દ્વારા થઇ રહેલી તપાસને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે, સુપ્રીમ કોર્ટે ભાજપના ધારાસભ્ય કાળુભાઇ માલીવાડ તરફથી પીઢ એડવોકેટ રામ જેઠમલાણી દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણીનો નિર્ણય કર્યો છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે રમખાણના કેસમાં નરેન્દ્ર મોદી સહિતના ૬૩ આરોપીઓને સાંભળ્યા વિના જ તપાસ સીટને સોંપાઇ હતી.
ભાજપના ધારાસભ્ય માલીવાડની અરજી પર સુપ્રીમ સુનાવણી હાથ ધરશે  મોદી સહિતનાને સાંભળ્યા વિના જ તપાસ 'સીટ'ને સોંપાયાની દલીલ

સપ્રીમ કોર્ટના જસ્ટીસ ડી.કે.જૈનના વડપણ હેઠળની ત્રણ જજોની સ્પેશ્યલ બેન્ચ ભાજપના ધારાસભ્ય કાળુભાઇ માલીવાડ દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. બેન્ચના અન્ય જજોમાં જસ્ટીસ પી.સતસીવમ અને જસ્ટીસ આફતાબ આલમ સામેલ છે. ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં થયેલા રમખાણમાં માર્યા ગયેલા કોંગ્રેસ નેતા અહેસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીએ મોદી સહિત જે ૬૩ વ્યક્તિઓ સામે આરોપો કર્યા છે તેમાં માલીવાડનું પણ નામ છે.

સુપ્રીમની બેન્ચ સમક્ષ ભાજપ ધારાસભ્ય તરફથી પીઢ એડવોકેટ રામ જેઠમલાણી ઉપસ્થિત રહ્યા હતા. અરજીમાં તેમણે જણાવ્યું હતું કે ૬૩માંથી એકપણ આરોપીઓને સાંભળ્યા વિના તપાસ સીટને સોંપવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 'આ કેસમાં મુખ્ય નિશાન આરોપી નંબર એક (નરેન્દ્ર મોદી) છે.' જેઠમલાણીએ ઉમેર્યું હતું કે તેઓ ૨૭ એપ્રિલ, ૨૦૦૯ના રોજ તપાસ સીટને સોંપવાનો આદેશ પરત ખેંચવાની માગણી કરે છે, ફરિયાદમાં જાફરીએ મોદી તથા ૬૨ અન્ય સામે રમખાણોમાં સંડોવાયેલાઓને મદદ પહોંચાડવાનો તથા ઉશ્કેવાનો આરોપ કર્યો હતો.

અરજીમાં એમપણ જણાવવામાં આવ્યું છે કે દસ્તાવેજ કોગ્નીઝન્સની ફરિયાદ નહિ હોવાથી સીટને અપાયેલો તપાસનો આદેશ કાયદો અને ન્યાયના હિતમાં નથી, કારણ કે આરોપી નં.૧૩ (માલીવાડ)ને સાંભળવામાં આવ્યા નથી. જેઠમલાણીએ જણાવ્યું હતું કે ક્રીમીનલ પ્રોસીજર કોડ (સીઆરપીસી)ની જોગવાઇઓની અવગણના કરાઇ હતી અને તપાસ સીટને સોંપવામાં આવી હતી, જેના એક સભ્ય સીનિયર આઇપીએસ અધિકારી શિવાનંદ ઝાનું નામ આરોપી તરીકે સામેલ છે. પીઠ વકીલ જેઠમલાણીએ જણાવ્યું હતું કે સીટને માત્ર જાફરીની અરજી અંગે તપાસ કરવા જણાવવામાં આવ્યું હતુ.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી