|
એક વખત કરડયા પછી યુવકને ત્રણ દિવસે ફરીથી કરડવા આવેલો સાપ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 15 માર્ચ 2010 |
મુંબઈ, તા.૧૫
કુર્લામાં બનેલી એક આશ્ચર્યજનક ઘટનામાં ત્રણ દિવસ અગાઉ પોતે જેને કરડયો
હતો તેજ યુવકને ફરીથી કરડવા એક સાપ પાછો આવ્યો હતો પણ આ વખતે તેને મારી
નાખવામાં આવ્યો હતો.
મુંબઇના કુર્લાની ઘટનાઃ છેવટે યુવાને સાપને મારી નાખ્યોઃ છેલ્લા કેટલાક સમયથી સોફામાં સાપ ભરાઈ રહેતો હોવાનું અનુમાન
સાપ કરડતાં તેની સારવાર માટે ત્રણ દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ ઘરે પાછો ફરેલો ૨૧ વર્ષીય અતિશ મિસ્ત્રી ફર્શ પર સૂતાં સૂતાં ટીવી જોતો હતો. તે વખતે તેના હાથ નીચે કંઈ સરકતું હોય તેમ તેને લાગતાં તે ભયભીત થઈ ગયો હતો. તેણે જણાવ્યું હતું કે આ વખતે તો હું ક્ષણવારમાં ઊભો થઈ ગયો હતો અને બાજુમાં પડેલો સળિયો જોરથી સાપને માર્યો હતો. મેં તેને ત્યાં જ મારી નાખ્યો છે.
એ પછી તરત જ તેના પરિવારે શોધી કાઢ્યું હતું કે આ સાપ તેમના સોફામાં ક્યાંક છૂપાઈ ગયો હશે. અતિશે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી તે સોફામાં જ રહેતો હોવો જોઈએ.
ગયા સપ્તાહે પ્રથમ વખત અતિશને આ સાપ કરડયો ત્યારે તે આ જ રીતે ફર્શ પર સૂતાં સૂતાં ટીવી જોતો હતો. તે વખતે એકાએક તેના જમણા હાથની વચલી આંગળીમાં શૂળ ભોંકી હોય તેવી પીડા તેને થઈ હતી. થોડોક સમય તો તેણે તે તરફ ધ્યાન આપ્યું ન હતું. પણ વેદના ઓછી ન થતા તે ડૉક્ટર પાસે ગયો હતો. કદાચ ઉંદર કરડયો હશે એમ ડૉક્ટરને લાગતાં તેઓ અતિશને ટીટેનસનું ઇન્જેકશન આપ્યું હતું. પણ સમય વિતવા સાથે તેના સૂજી ગયેલા હાથની સ્થિતિ વણસતાં તે કુર્લાની એક હોસ્પિટલમાં ગયો હતો. તેને સાપ કરડયાનું નિદાન ત્યાંના ડૉક્ટરોએ કર્યું હતું. આ હોસ્પિટલના ફરજ પરના ડોકટર રાજેન્દ્ર નિકમે કહ્યું હતું કે દરદીએ સાપને જોયો ન હતો તેથી તો અમારી વાત માની ન હતી. છેવટે તેને સાપના ઝેર વિરોધી દવાની સારવાર આપવામાં આવી અને ત્રણ દિવસ પછી ઘરે જવા દીધો હતો. અતિશે બીજી વખત કરડવા આવેલા આ ૩.૫ ફૂટની લંબાઈના સાપને મારી નાખ્યો હતો. અને તેને હોસ્પિટલે લઈ ગયો હતો.
|