(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, ગુરુવાર
મોંઘવારીના દાનવે ફરી માથું ઊંચકીને વિશ્વવ્યાપી ખાસ એશીયાના દેશોમાં ચીન અને ભારતમાં ગરમી પકડતા આજે ભારતનો ફેબુ્રઆરી મહિનાનો મોંઘવારી આંક ઉછળીને ૯.૮૯ ટકાની ઊંચાઈએ પહોંચી જતાં અને ચીનમાં પણ ૧૬ મહિનાની ઊંચાઈએ ફુગાવાની સ્થિતિએ ધિરાણ પર તોળાતા આંકરા અંકુશોની અસરે એશીયાના બજારોમાં આરંભિક સાર્વત્રિક નરમાઈ હતી. મુંબઈ શેરબજારોમાં પણ એશીયાના અન્ય બજારો પાછળ ટ્રેડીંગનો આરંભ ઝડપી ઘટાડાએ થયો હતો. ફુગાવાનો આંક વધીને આવતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં વધારા તરફી પગલાં લેવાય એવી શક્યતાએ ઓટો, સિમેન્ટ, બેંક શેરોમાં લોકલ ફંડોની વેચવાલી નીકળતા સેન્સેત્ર આગલા બંધ ૧૭૧૬૬.૬૨ સામે ૧૭૧૬૬.૯૭ ખુલીને એક તબક્કે ૧૦૫.૪૮ પોઈન્ટના ઘટાડે નીચામાં ૧૭૦૬૧.૧૪ સુધી ગયો હતો. પરંતુ ફુગાવાની સમસ્યા ઉકેલવા સરકારની આર્થિક વિકાસને વેગ આપવાની પ્રાથમિકતાએ હાલ તુરત ત્વરિત પગલાં નહીં લેવાય એવી સરકારના અમુક વર્ગે સંકેત આતા તેમજ કોર્પોરેટ ઈન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષના ૧૫, માર્ચની મુદતના એડવાન્સ ટેક્ષની અંતિમ ચોથા હપ્તાની ચૂકવણી કર્યાના પ્રોત્સાહક આંકડામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રૃ.૭૭૦ કરોડ, હિન્દાલ્કોએ રૃ.૭૦ કરોડથી વધીને રૃ.૮૫ કરોડ, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝે રૃ.૬૫ કરોડથી વધીને રૃ.૨૧૬ કરોડની ચૂકવણી કર્યાના આંકડાએ તેમજ અમેરિકી ડોલર સામે રૃપિયો ૧૩ પૈસા નબળો પડતાં સોફટવેર- આઈટી શેરોમાં એફઆઈઆઈની મોટાપાયે લેવાલી નીકળી હતી. સેન્સેક્ષ આરંભિક ઘટાડો પચાવીને એક સમયે ૨૮.૮૭ પોઈન્ટ વધીને ૧૭૧૯૫.૪૯ સુધી પહોંચી જઈને અંતે ૧.૬૩ પોઈન્ટના ઘટાડે ૧૭૧૬૪.૯૯ બંધ રહ્યો હતો.
નિરસતા વધી છતાં છોટે બંધુ લેવાલ?
એનએસઈનો નિફટી કેશ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૧૩૭ સામે ૫૧૩૪.૪૫ ખુલીને એક સમયે નીચામાં ૫૧૦૧.૨૦ થઈ ઉપરમાં ૫૧૫૧.૦૫ સુધી જઈને અંતે ૮.૧૦ પોઈન્ટના ઘટાડે ૫૧૨૮.૯૦ બંધ રહ્યો હતો. ડેરીવેટીવ્ઝમાં નિફટી બેઝડ ઘટતા વોલ્યુમ છતાં છોટે બંધુ લેણ સતત વધારી રહ્યાની ચર્ચા વચ્ચે નિફટી માર્ચ ફયચર ૩૦૩૭૯૨ કોન્ટ્રેક્ટસમાં રૃ.૭૭૮૫.૨૯ કરોડના ટર્નઓવરે ૫૧૪૪.૭૦ સામે ૫૧૨૨.૨૦ ખુલી નીચામાં ૫૧૦૫.૫૦ થઈ ઉપરમાં ૫૧૩૬.૨૫ સુધી જઈ અંતે ૫૧૩૫.૬૫ બોલાતો હતો. ડેરીવેટીવ્ઝમાં આજે કુલ ટ્રેડીંગ વોલ્યુમ પણ ઘટીને ૨૨૨૨૪૮૬ કોન્ટ્રેક્ટસમં રૃ.૬૧૫૮૨.૦૧ કરોડનું થયું હતું. બેંક નિફટી માર્ચ ફયુચર ૧૯૯૯૨ કોન્ટ્રેક્ટસમાં રૃ.૯૦૯ કરોડના ટર્નઓવરે ૯૧૭૯.૬૦ સામે ૯૧૪૭ ખુલી નીચામાં ૯૦૬૧.૦૫ થઈ ઉપરમાં ૯૧૪૭ સુધી જઈ છેલ્લે ૯૦૮૦ બોલાતો હતો.
સ્મોલ- મિડ કેપના નફો અપાવતા શેરોમાં વેચીને ઓપરેટરોનું નવા શેરોમાં રોકાણઃ ૧૮૩૫ ઘટયા
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટના અંતે એકંદર નિરસતા સાથે માર્ચ એન્ડિંગ નજીક આવી રહ્યો હોઈ ઓપરેટરો, સટ્ટોડિયાઓએ આજે પણ ઘણા અસાધારણ નફો અપાવતા શેરોમાં વેચીને તારવણી કરીને આ નાણાની નવા પસંદગીના શેરોમાં રોકાણ કરીને નવો રોકાણ પોર્ટફોલીયો બનાવવાનું શરૃ કર્યું હતું. અલબત સંખ્યાબંધ શેરોમાં વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ સતત વેચવાલી વધતી જોવાઈ હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૯૩ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૮૩૫ અને વધનારની ૯૮૮ રહી હતી. ૧૩૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
રૃપિયા સામે આજે ડોલર બપોરે ૧૩ પૈસા મજબૂત થતાં અને આઈટી આઉટસોર્સીંગ ડીલ્સમાં પણ ભારતીય આઈટી કંપનીઓ વધારો મેળવી રહી હોઈ એફઆઈઆઈઝની સોફટવેર શેરોમાં લેવાલી વધતી જોવાઈ હતી. વિપ્રો રૃ.૧૯.૨૦ વધીને રૃ.૭૨૭.૭૫, ટીસીએસ રૃ.૧૮.૦૫ વધીને રૃ.૮૧૪.૮૦, ઈન્ફોસીસ રૃ.૨૮.૬૦ વધીને રૃ.૨૭૦૧.૨૦, એચસીએલ ટેકનોલોજી રૃ.૯.૭૦ વધીને રૃ.૩૬૯.૩૫, ઓરેકલ ફીનસર્વ રૃ.૨૬.૪૦ વધીને રૃ.૨૩૧૬,હતો.
પીએસયુ ડીસઈન્વેસ્ટમેન્ટને નબળા પ્રતિસાદે શેરો તૂટયાઃ એનએમડીસી, હિન્દ. કોપર ગબડયા
પીએસયુ કંપનીઓના ડીસઈન્વેસ્ટમેન્ટ સ્થાનિક નાણા સંસ્થાઓ એમાં પણ એલઆઈસીની મોટી હિસ્સેદારીથી જ માંડ માંડ પાર પડી રહ્યું હોઈ અને વાસ્તવમાં રીટેલ અને અન્ય ઈન્વેસ્ટરોનો નબળો પ્રતિસાદ હોઈ ફરી પીએસયુ શેરોમાં વેચવાલી વધતી જોવાઈ હતી. એનએમડીસી રૃ.૧૮.૧૦ ઘટીને રૃ.૩૪૪.૬૦, હિન્દુસ્તાન કોપર રૃ.૨૩.૦૫ ઘટીને રૃ.૪૬૦.૪૦, રાષ્ટ્રીય કેમિકલ્સ રૃ.૩.૧૦ ઘટીને રૃ.૮૧.૩૫, એસટીસી રૃ.૧૫.૬૫ ઘટીને રૃ.૪૧૬.૧૦, દેના બેંકની એડવાન્સ ટેક્ષની ઓછી ચૂકવણીએ શેર રૃ.૨.૮૫ ઘટીને રૃ.૭૮.૮૦, બીઈએમએલ રૃ.૨૦ ઘટીને રૃ.૧૦૧૯.૫૫, હતો.
ફુગાવાનો દર ૯.૮૯ ટકાની ઊંચી સપાટીએ પહોંચતા રિઝર્વ બેંકના પગલાંના ગભરાટે બેંક શેરોમાં વ્યાપક વેચવાલી હતી. કર્ણાટક બેંક રૃ.૪.૬૦ ઘટીને રૃ.૧૨૦.૦૫, ફેડરલ બેંક રૃ.૭.૩૫ ઘટીને રૃ.૨૫૭.૫૦, ઓરિએન્ટલ બેંક રૃ.૭.૧૫ ઘટીને રૃ.૨૮૪.૯૦, આઈઓબી રૃ.૧.૯૫ ઘટીને રૃ.૯૦.૮૫, કોટક મહિન્દ્રા બેંક રૃ.૧૬.૩૫ ઘટીને રૃ.૭૬૧.૦૫, કેનરા બેંક રૃ.૮.૧૦ ઘટીને રૃ.૪૦૦.૫૦, યશ બેંક રૃ.૫ ઘટીને રૃ.૨૪૮.૭૦, રહ્યો હતો.
નિરસ બજાર છતાં 'એ' ગુ્રપના પસંદગીના પ્રમુખ વધનાર શેરોમાં ચેન્નઈ પેટ્રો રૃ.૯.૬૫ ઉછળીને રૃ.૨૬૩.૨૦, ઓપ્ટો સર્કિટસ રૃ.૮ ઉછળીને રૃ.૨૨૨.૧૦, અપોલો હોસ્પિટલ રૃ.૧૮.૯૫ વધીને રૃ.૭૨૩.૬૫, સીઈએસસી રૃ.૧૦.૬૫ વધીને રૃ.૪૧૨.૪૦, હિન્દુસ્તાન યુનીલીવર રૃ.૫.૭૫ વધીને રૃ.૨૨૫.૩૫, ડો. રેડ્ડી'ઝ લેબ. રૃ.૨૭.૯૦ વધીને રૃ.૧૧૯૮.૮૫, હતા.
સ્મોલ કેપ શેરોમાં વેચવાલીએ કેમપ્લાસ્ટ સનમાર રૃ.૧.૨૧ તૂટીને રૃ.૧૦.૫૯, ગ્રેવીસ હોસ્પિટાલિટી રૃ.૨.૬૫ તૂટીને રૃ.૨૫.૨૫, જેએમડી ટેલીફિલ્મ્સ રૃ.૧૦.૪૦ ગબડીને રૃ.૧૧૧.૯૫, એનર્જી ડેવલપમેન્ટ રૃ.૩.૮૦ તૂટીને રૃ.૫૮.૧૦, એટકો કોર્પ રૃ.૬.૫૦ તૂટીને રૃ.૧૦૨.૮૦, ટીટાગ્રહ વેગન રૃ.૨૦.૭૫ તૂટીને રૃ.૩૩૪.૧૫, હેરીટેજ ફૂડ રૃ.૧૧.૧૦ તૂટીને રૃ.૨૦૦, પ્રિઝમ સિમેન્ટ રૃ.૨.૯૫ ઘટીને રૃ.૫૪.૦૫, રહ્યો હતો.
મિડ કેપ શેરોમાં વેચવાલીએ એન્ડ્રયુ યુલે રૃ.૨.૯૫ ઘટીને રૃ.૪૨.૯૦, ત્રિવેણી એન્જિનિયરીંગ રૃ.૭.૧૫ તૂટીને રૃ.૧૧૫.૨૫, પીડીલાઈટ રૃ.૬.૬૦ ઘટીને રૃ.૧૧૩.૮૦, બીએફ યુટીલીટી રૃ.૪૯.૫૫ તૂટીને રૃ.૯૨૮, એચએમટી રૃ.૩.૩૫ તૂટીને રૃ.૭૫.૪૫, નેશનલ ફર્ટીલાઈઝર રૃ.૪.૨૦ ઘટીને રૃ.૯૯.૮૫, બોમ્બે ડાઈંગ રૃ.૨૦.૧૫ તૂટીને રૃ.૫૩૫.૨૫, કેએસ ઓઈલ રૃ.૨.૪૦ ઘટીને રૃ.૬૮.૮૫, હિન્દુસ્તાન ઓઈલ રૃ.૮.૧૦ ઘટીને રૃ.૨૩૪.૭૦, ક્રિસિલ રૃ.૧૬૨.૨૫ ઘટીને રૃ.૪૯૯૫.૨૫, અસ્ટ્રાઝેનેકા ફાર્મા રૃ.૨૮.૭૦ ઘટીને રૃ.૮૮૮.૪૫, યુનાઈટેડ બ્રીવરીઝ હોલ્ડિંગ રૃ.૮.૧૦ ઘટીને રૃ.૨૫૨.૪૦ રહ્યા હતા.
મિડ કેપ શેરોમાં માઈન્ડટ્રી રૃ.૩૩.૧૫ ઉછળીને રૃ.૫૮૭.૪૦, આઈએનજી વૈશ્ય બેંક રૃ.૧૫.૧૫ વધીને રૃ.૨૮૧.૯૫, હતો
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્ષ ૧૦૭૫૧.૯૮, હોંગકોંગનો હેંગસેંગ ૧૩૦.૬૪ પોઈન્ટ ઘટીને ૨૧૦૭૯.૧૦, ચીનનો સાંઘાઈ કોમ્પોઝિટ ૩૬.૪૭ પોઈન્ટ ઘટીને ૨૯૭૬.૯૪, તાઈવાન વેઈટેજ ૧૧૩.૪૧ પોઈન્ટ ઘટીને ૭૬૩૪.૯૨ રહ્યા હતા. યુરોપના બજારોમાં યુ.કે.ના સ્ટર્લિંગ પાઉન્ડ ચલણ માટે નેગેટીવ આગાહીએ ૧૦થી ૧૨ પોઈન્ટની નરમાઈ હતી.
|