|
ખાંડમાં ગુડી પડવા પૂર્વે રૃ.૧૪૦થી ૧૯૦નો ઉછાળો |
|
|
|
કોમોડિટીઝ્
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 15 માર્ચ 2010 |
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે ઘટયા ભાવતી તીવ્ર ઉછાળો આવતાં
ભાવો કિવ.ના હાજરમાં રૃ.૧૪૦થી ૧૮૦ વધી આવ્યા હતા. વાતાવરણમાં ગરમી વધતાં
તથા ગુડી પડવાના તહેવારને અનુલક્ષીને બજારમાં આજે માંગ વધી આવ્યાના
નિર્દેશો હતા. મિલો પર પણ માંગ વધતાં ટેન્ડરો ઉંચા ભાવોએ જઈ રહ્યા હતા.
હાજરમાં આજે ભાવો રૃ.૧૪૦થી ૧૮૦ ઉછળી રૃ.૩૨૦૦થી ૩૩૦૦ તથા સારાના રૃ.૩૨૯૦થી ૩૪૧૦ રહ્યા હતા નાકાના ભાવો રૃ.૩૦૦૦થી ૩૦૧૦ વાળા વધી રૃ.૩૧૮૦થી ૩૨૨૦ રહ્યા હતા જયારે નાકામાં સારાના ભાવો રૃ.૩૦૩૦થી ૩૦૮૦ વાળા રૃ.૩૨૫૦થી ૩૩૦૦ રહ્યાના સમાચારો હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૩૨૦૦થી ૩૨૫૦ તથા સારાના રૃ.૩૨૮૦થી ૩૩૫૦ રહ્યા હતા. જયારે મિલો પર ભાવો છેલ્લે નાકાના ભાવો કરતાં રૃ.૮૦ જેટલા નીચા રહ્યાના નિર્દેશો હતા.
મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૧૬૪૪૫ વાળા રૃ.૧૬૪૮૦ ખુલી રૃ.૧૬૫૦૫ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૧૬૫૩૦ વાળા રૃ.૧૬૫૮૦ ખુલી રૃ.૧૬૫૯૦ બંધ રહ્યા હતા. ચાંદી ૯૯૯ના ભાવો આજે કિલોના રૃ.૨૬૯૭૫ વાળા રૃ.૨૬૯૯૫ ખુલી રૃ.૨૭૦૦૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ૧૧૦૨થી ૧૧૦૨.૫૦ ડોલર વાળા વધીને ૧૧૦૬.૫૦ ડોલર રહ્યા હતા. જયારે ચાંદીના ભાવો વિશ્વ બજારમાં આજે ૧૭.૧૦ વાળા ૧૬૧૯૯ ડોલર રહ્યા હતા. ડોલરના ભાવો રૃ.૪૫.૫૩ રહ્ હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો રૃ.૧૯૩૨૦૦ વાળા આજે રૃ.૧૯૩૭૦૦ રહ્યા હતા.
મુંબઈ એરંડા એપ્રિલના ભાવો રૃ.૨૯૦૪ વાળા રૃ.૨૯૦૪ ખુલી રૃ.૨૮૯૬ અને ઉંચામાં રૃ.૨૯૧૦ વચ્ચે અથઢાઈ રૃ.૨૯૦૪ બંધ રહ્યા હતા. એફએસજી કંડલાના ભાવો રૃ.૬૨૫ આસપાસ અથડાતા રહ્યા હતા. સિંગતેલના ભાવો રૃ.૬૭૫ વાળા રૃ.૬૭૦ રહ્યા હતા જયારે રાજકોટ બાજુ ભાવો રૃ.૬૮૦ વાળા રૃ.૬૭૫ અને ૧૫ કિલોના રૃ.૧૦૫૫ રહ્યાના સમાચારો હતા. પામતેલના ભાવો રૃ.૪૦૫ વાળા રૃ.૪૦૨ તથા સોયાતેલ રિફા.ના ભાવો રૃ.૪૪૫ વાળા રૃ.૪૪૨ રહ્યા હતા.
|