|
કંદહારમાં તાલિબાનના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં ૩૦નાં મોત |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 14 માર્ચ 2010 |
(પી.ટી.આઇ.) કંદહાર, તા. ૧૪
અફઘાનિસ્તાનમાં નવી બનેલી જેલ, પોલીસ વડામથકો અને અન્ય બે સ્થળો પર થયેલા
આત્મઘાતી વિસ્ફોટોમાં ઓછામાં ઓછા ૩૦ લોકો માર્યા ગયા છે. આ શ્રેણીબદ્ધ
વિસ્ફોટોના પગલે સમગ્ર શહેરમાં દોડધામ મચી ગઇ હતી.
મુખ્ય જેલ, પોલીસ હેડક્વાર્ટર સહિતનાં સ્થળોને નિશાન બનાવતા ત્રાસવાદીઓ
અફઘાનિસ્તાનના પ્રમુખ હામિદ કરઝાઇના સાવકાભાઇ અહમદવલિ કરઝાઇએ જણાવ્યું હતું કે આ હુમલામાં જેલને મુખ્ય નિશાન બનાવાઇ હતી પણ વિસ્ફોટનો લાભ લઇને કોઇ કેદી નાસી છૂટયો નથી. આ ઘટનામાં બે વિસ્ફોટો અહમદના ઘર પાસે થયા હતા જો કે તેમાં તેના ઘરને કોઇ નુકસાન થયું નથી.
વલિ કરઝાઇએ જણાવ્યું હતું કે ૨૦૦૮માં આત્મઘાતિ હુમલો થતા જેલના દરવાજાની આસપાસની જગ્યાને નુકસાન થયું હતું જેમાં અનેક અપરાધીઓ અને શકમંદ ઘૂસણખોરો નાસી છૂટયા હતા. આ ઘટના બાદ કેનેડિયન દળે જેલને સિમેન્ટના બ્લોક વડે મજબૂત બનાવી હતી.
વલિએ વધુમાં જણાવ્યું હતું કે આત્મઘાતિ હુમલાખોરો લોકોને શહેરમાં વ્યસ્ત રાખીને જેલ તોડવા માગતા હતા પણ કેનેડીયન દળે અણીના સમયે બાજી સંભાળી લીધી હતી. તેમણે જેલમાં ઘણું નવું બાંધકામ કર્યું છે જેના કારણે વિસ્ફોટોથી આ વખતે જેલમાં ભંગાણ કરી શકાયું નહીં.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક આત્મઘાતી હુમલો કંદહાર પોલીસ વડામથકના દરવાજા પાસે થયો હતો. જેમાં બહુ મોટા પાયે જાનહાની થઇ હતી જ્યારે ઇજાગ્રસ્તોનો આંકડો પણ મોટો થવાની શક્યતા છે.
|