|
કેન્સરની ગાંઠને બાળવા સોનાના નેનો પાર્ટિકલ્સના ઉપયોગનો પ્રયોગ |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 14 માર્ચ 2010 |
(રોઇટર) વોશિંગ્ટન, તા. ૧૪
અમેરિકાના સેન્ટ લુઇસ ખાતેની જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓ
કેન્સરની ગાંઠને નાબૂદ કરવા એક જાદુઇ 'ગોલ્ડન બુલેટ' વિકસાવી રહ્યા છે. આ
સંશોધનમાં સોનાના નેનોપાર્ટિક્લસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વિજ્ઞાાનીઓ મેકકેલ્વી અને માઇકલ જે. વેલ્શના અભ્યાસ અનુસાર કેન્સરની ગાંઠ
માટે નવી ફોટોથર્મલ સારવાર પદ્ધતિ અપનાવવામાં આવશે. જેમાં નેનોકેજિસ તરીકે
ઓળખાતા સોનાના નેનોપાર્ટિકલ્સનો ઉપયોગ થશે. આ નેનોકેજિસ સૌ પ્રથમ શરીરમાં
ઇન્જેકશન મારફતે દાખલ કરવામા આવશે. એ પછી કેન્સરની ગાંઠને લેસરલાઇટ નીચે
મૂકતા નેનોકેજિસ પ્રકાશનું ગરમીમાં રૃપાંતર કરી કેન્સરના સેલને બાળી નાખે
છે. વધુમાં આ નેનોકેજિસ માનવ શરીરને કોઇ રીતે નુકસાન પહોંચાડતા નથી.
છેલ્લાં એક સૈકાથી આર્થરાઇટિસની સારવાર માટે ગોલ્ડ સોલ્ટનો ઉપયોગ થાય છે.
જો કે આ ગોલ્ડન બુલેટ સારવાર પદ્ધતિ હજુ પ્રાયોગિક તબક્કામાં જ છે. હાલમાં વિજ્ઞાાનીઓએ કેન્સરની સક્રિય નહિ પરંતુ નિષ્ક્રિય ગાંઠ પર આ પ્રયોગ કર્યો છે. ફોટોથર્મલ થેરાપીની સફળતાનો આધાર નેનોકેજિસની પ્રકાશને શોષી લઇ ગરમીમાં રૃપાંતરિત કરવાની કાર્યક્ષમતા પર છે. સોનાના નેનોપાર્ટિકલ્સ વાઇરસ પાર્ટિકલ્સના કદ જેટલા જ છે. આ પાર્ટિકલ્સના કદ પર કાબુ મેળવી વિજ્ઞાાનીઓ તે પ્રકાશનું મહત્તમ શોષણ કરી ગરમી ઉત્પન્ન કરે તે દિશામાં વધુ સંશોધન કરી રહ્યા છે. કેન્સરની ગાંઠમાં જતી લોહીની નસોના સેલ એટલા ખીચોખીચ ભરેલા હોય છે કે લગભગ વોટરપ્રુફ દીવાલ રચાય છે. પરંતુ તેનો આકાર અનિયમિત હોય છે અને તે અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે તેમજ તેમની વચ્ચે સુક્ષ્મ જગ્યા પડે છે.
વિજ્ઞાાનીઓ આ વોટરપ્રુફ દીવાલને ભેદી અનિયમિત કદના સેલ વચ્ચે પડતી સૂક્ષ્મ જગ્યામાં નેનોપાર્ટિકલ્સ દાખલ કરશે. એ પછી લેસર લાઇટના સંપર્કમાં આવતા ચામડીની સપાટી પરના તાપમાનમાં વધારો થાય છે અને પ્રકાશનું ગરમીમાં રૃપાંતર થતાં કેન્સરના સેલ બળી જાય છે.
|