Last Updated:19 ડિસેમ્બર 2011

IPL ઉદ્ઘાટનના દિને મુંબઈમાં પહેલી વાર હેલિકોપ્ટર સેવા બીઝી રહી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
રવિવાર, 14 માર્ચ 2010
મુંબઈ, તા.૧૪
શુક્રવારે ધૂમધડાકા સાથે આઈપીએલ-૩ સ્પર્ધા શરૃ થઈ ત્યારે માત્ર ક્રિકેટપ્રેમીઓ જ આનંદવિભોર નહોતા થઈ ગયા. એને કારણે ચાર્ટર્ડ ચોપર (હેલિકોપ્ટર) સર્વિસ ઓપરેટર્સને પણ મજા પડી ગઈ હતી. દોઢસોથી વધુ મહાનુભાવોને મહાલક્ષ્મી રેસકોર્સ અને જુહુ એરપોર્ટથી નવી મુંબઈમાં આવેલા ક્રિકેટના મેદાન ડી.વાય. પાટિલ સ્ટેડિયમ સુધી પહોંચાડવા ચોપર ઓપરેટરોએ ૧૫ મિનિટના ૧૭ ફેરા કર્યા હતા અને દરેક ફેરા માટે રૃ.એક લાખ સુધીનો ચાર્જ લીધો હતો.
મહાલક્ષ્મી રેસકોર્સ અને જુહુ એરપોર્ટથી નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમ સુધી ૧૭ ફેરા કરવામાં આવ્યા

કમર્શિયલ એરલાઈન ફલાઈટસના ટ્રાફિકથી ધમધમતા મુંબઈના આકાશમાં હેલિકોપ્ટરે જો જેટ વિમાનોના માર્ગો પરથી પસાર થવું હોય તો વિલંબ ખમવો પડે. એ જોતા શહેરમાં ભાડાના ચોપર્સ દ્વારા હાથ ધરાયેલું એ અભૂતપૂર્વ માસ ટ્રાન્સપોર્ટેશન (મોટા પાયાનું પરિવહન) હતું અને ફલાઈટ ફ્રિકવંસી પણ નોંધપાત્ર હતી. જુહુ અને મુંબઈના મેઈન એરપોર્ટ ખાતેના એર ટ્રાફિક કન્ટ્રોલર્સના સંપૂર્ણ સહકાર વિના એ શક્ય ન બની શકયું હોત. ચોપર સર્વિસ બિલ્કુલ મોડી નહોતી પડી અને એટલે જ આટલા બધા ફેરા મારી આઈપીએલના ૧૦૦થી વધુ મહાનુભાવો અને બિઝનેસમેનોને મેચના સ્થળે પહોંચાડી શકયા. આજ સુધી ક્યારેય આટલા બધા કોરપોરેટસને હેલિકોપ્ટર દ્વારા આટલા ટૂંકા સમયમાં એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાયા નથી. એમ પ્રદીપ થંપીએ જણાવ્યું હતું. એમની એક્ઝીક્યુટીવ એરવેઝે છ હેલિકોપ્ટરો સાથે આટલી ફલાઈટસ ચલાવી હતી. દરેક ફલાઈટમાં પાંચથી છ પેસેંજરોને લઈ જવાયા હતા.

જુહુ એરપોર્ટ પરથી પણ હેલિકોપ્ટર ટ્રાફિક ભારે હતો. 'ચાર્ટર ઓપરેટરોએ શુક્રવારે સવારે જ હેલિકોપ્ટર રાઈડસના ડી.વાય. સ્ટેડિયમ સુધીના ૧૨ ફલાઈટ પ્લાન્સ નોંધાવ્યા ત્યારે જ મને થયું કે આજનો દિવસ બહુ વ્યસ્ત હશે' એમ જુહુ એર ટ્રાફિક કન્ટ્રોલના મદદનીશ જનરલ મેનેજર જે.બી. પાટડિયાએ જણાવ્યું હતું. એમના જણાવવા મુજબ એમાં મુંબઈ એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવર મારફત મુંબઈ એરપોર્ટના એપ્રોચ રાડાર સાથે ઘણુ બધુ સંકલન રાખવું પડે છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી