Last Updated:19 ડિસેમ્બર 2011

સરકારની કરકસર ઝુંબેશ ૩૧ માર્ચે પૂરી થવાની શક્યતા છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
રવિવાર, 14 માર્ચ 2010
(પીટીઆઈ)    નવી દિલ્હી, તા. ૧૪
સરકારના કરકસરના અભિયાનને પગલે છેલ્લાં કેટલાક સમયથી 'હાલાકી' ભોગવી રહેલા પ્રધાનો અને રાજદ્વારીઓને હવે રાહત થશે કારણકે ખર્ચમાં ઘટાડો કરવાનું સરકારી અભિયાન ૩૧મી માર્ચના રોજ પૂરું થાય છે. જેના પગલે ૧ એપ્રિલથી હવે પ્રધાનોને ઈકોનોમી કલાસ (કેટલ કલાસ)માં હવાઈ મુસાફરી કરવાની ફરજ પડશે નહીં !
નાણાં મંત્રાલય નવો આદેશ નહિ આપે તો કેન્દ્રના પ્રધાનોને વિમાનના ઈકોનોમી કલાસના પ્રવાસમાંથી મુક્તિ મળશે

વૈશ્વિક મંદી અને ચોમાસુ નિષ્ફળ જવાના કારણે સરકારની તિજોરી પર વધારાનું ભારણ પડયું હતું. જેના પગલે સરકારી વિભાગોનો ખર્ચ ઘટાડવાનું સપ્ટેમ્બર ૨૦૦૯માં કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું. કરકસરના આ અભિયાન અંતર્ગત સરકારે રૃા. ૨ હજાર કરોડની બચત કરી હોવાનું કહેવાય છે.

સરકારના આદેશમાં જણાવાયું હતું કે વર્તમાન આર્થિક સ્થિતિ અને દેશના મોટા ભાગના વિસ્તારોમાં અપૂરતા વરસાદના કારણે સરકારના સ્રોતો પર ઘણું ભારણ ઉભું થયું છે. જેના કારણે ખર્ચમાં ઘટાડો કરવાની તાતી જરૃરીયાત છે. આ હુકમ સરકારના તમામ વિભાગોમાં લાગુ કરાયો હતો. જેમાં પ્રધાનોને બિઝનેસ કલાસના બદલે ઈકોનોમી કલાસમાં હવાઈ મુસાફરી કરવા જણાવાયું હતું. આ હુકમનો કેટલાક પ્રધાનોએ વિરોધ કર્યો હતો, તો પછી કેટલાકે મનોમન અણગમો પણ દર્શાવ્યો હતો. જોકે આ તમામ 'લાગણીઓ' છતાં તેમને હુકમને અનુસરવું પડયું હતું.

કરકસરનું અભિયાન હવે પૂરું કરવાની માગણી કેબિનેટની બેઠકમાં સૌથી પહેલા પ્રધાન ફારૃક અબ્દુલ્લાએ કરી હતી અને તેમને કાપડ પ્રધાન દયાનીધિ મારને ટેકો આપ્યો હતો.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી