Last Updated:19 December 2011

હિમાચલ-પંજાબમાં ૪.૬ની તીવ્રતાના ભૂકંપનો આંચકો છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
રવિવાર, 14 માર્ચ 2010
(પીટીઆઈ)    નવી દિલ્હી, તા. ૧૪
હિમાચલ પ્રદેશ-પંજાબના સરહદીય વિસ્તાર અને નિકોબાર ટાપુ પર ૪.૬ની તીવ્રતાના ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. જોકે આ ઘટનામાં જાનમાલના નુકસાનની કોઈ વિગતો પ્રકાશમાં આવી નથી.
કોઈ જાનહાનિ કે નુકસાન નહિ ઃ ઈન્ડોનેશિયામાં પણ ૬.૪ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પહેલો ઝટકો સવારે ૮.૧૩ કલાકે નિકોબાર ટાપુ પર અનુભવાયો હતો. ત્યારબાદ બપોરે ૧૨.૨૬ કલાકે બીજો ઝટકો હિમાચલ પ્રદેશ અને પંજાબના સરહદીય વિસ્તારમાં નોંધાયો હતો. આ બન્ને ભુકંપની તીવ્રતા રીકટર સ્કેલ પર ૪.૬ની હતી. દરમિયાન આજે સવારે ઈન્ડોનેશીયા પાસેના દરિયામાં પણ ૬.૪ની તીવ્રતાનો ભુકંપ થયો હતો. જોકે તેમાં સુનામીની કોઈ ચેતવણી બહાર પાડવામાં આવી નથી.

ભારતીય સિસ્મોલોજી વિભાગના જણાવ્યા પ્રમાણે હિમાચલ-પંજાબની સરહદે આવેલા ભુકંપનું એપી સેન્ટર હોશિયારપુર ખાતે હતું. જેના કારણે અમૃતસર, લુધિયાણા, પટિયાલા, જલંધર અને હોશિંયારપુર સહિતના કેટલાક વિસ્તારોમાં ધુ્રજારી અનુભવાઈ હતી. ભુકંપના કારણે સમગ્ર વિસ્તારમાં થોડી વાર માટે ભયનું વાતાવરણ ઉભું થયું હતું. પણ સ્થિતિનો તાગ મળ્યા બાદ જનજીવન થાળે પડી ગયું હતું. આ ભુકંપોમાં જાનહાની થયાના કોઈ અહેવાલો મળ્યા નથી.
ઉલ્લેખનીય છે કે ગઈ રાત્રે કાશ્મીરના પૂર્વ ભાગમાં પણ ૪.૫ની તીવ્રતાનો ભુકંપ અનુભવાયો હતો.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી