|
IPL પાસેથી રૃા. ૨૦૦ કરોડનો ટેક્સ મળવાની કેન્દ્રને આશા |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 14 માર્ચ 2010 |
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૪
હાલ દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી ઇન્ડિયન પ્રીમીયર લીગ (આઇપીએલ)ની
ત્રીજી આવૃત્તિ પાસેથી સરકાર ટેક્સ પેટે રૃા. ૨૦૦ કરોડ મેળવે તેવો અંદાજ
છે.
ક્રિકેટરો, અમ્પાયર, કોચ, કોમેન્ટેટરને અપાતા વળતર તેમજ માર્કેટિંગ અને જાહેરખબરો જેવી સેવા કરપાત્ર
નાણા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આઇપીએલમાં ખેલાડીઓ, અમ્પાયર, કોચ અને કોમન્ટેટર સહિત સભ્યોને ચૂકવાતી રકમમાંથી ટીડીએસરૃપે આ ટેક્સ સરકાર વસૂલશે. જ્યારે જાહેરાત, માર્કેટિંગ અને કન્સલટન્સી સેવા દ્વારા પણ ટેક્સ મેળવવામાં આવશે.
મહેસૂલ વિભાગે લગાવેલા અંદાજ મુજબ આઇપીએલ પાસેથી સીધા વેરા તરીકે રૃા. ૧૦૦ કરોડ અને આડકતરા વેરા તરીકે બીજા રૃા. ૧૦૦ કરોડ મેળવવાની ધારણા છે. ૧૨મી માર્ચથી ૨૫મી એપ્રિલ સુધી યોજાયેલી આઇપીએલ ટી- ૨૦ શ્રેણીમાં દેશના વિવિધ શહેરોમાં મેચો યોજાશે જેમાં દેશના અને પરદેશના ખેલાડીઓને ઘણી નોંધપાત્ર રકમ ચૂકવવામાં આવે છે.
સરકારે આ અગાઉ આઇપીએલની પહેલી આવૃત્તિમાંથી ટીડીએસ પેટે રૃા. ૯૧ કરોડ મેળવ્યા હતા. જ્યારે બીજી આવૃત્તિમાંથી પણ સરકારે કેટલાક કરોડનો ટેક્સ વસુલ્યો હતો. જે બીસીસીઆઇ અને અન્ય સ્રોતો પાસેથી લેવામાં આવ્યો હતો. મહેસૂલ વિભાગના સૂત્રોએ આ વર્ષે ટેક્સમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. મુંબઈ આવકવેરા વિભાગના આદેશમાં તેણે બીસીસીઆઇને ચેરીટેબલ નહીં પણ વ્યવસાયિક સંસ્થા ગણાવી છે આ ઉપરાંત ૨૦૦૮ના જાહેરનામા પ્રમાણે પણ હવે ખેલાડીઓ પ્રોફેશનલ કક્ષામાં આવે છે.
|