|
તોઈબા ભારત પર કબજો જમાવવાનું સ્વપ્ન જુએ છે |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
શનિવાર, 13 માર્ચ 2010 |
|
પાકિસ્તાનમાં કાર્યરત ત્રાસવાદી સંગઠન
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૧૩
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબા (એલઈટી) ભારત અને અમેરિકા સહિતના પશ્ચિમી
દેશોને નિશાન બનાવવાની યોજના ઘડતું હોવાના અહેવાલો પ્રકાશમાં આવ્યા છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર મુદ્દામાં આતંકવાદી સંગઠનને હવે બહુ રસ
નથી પણ તે ભારતમાં હુમલાઓ કરવાની મેલી મુરાદ ધરાવતું હોવાનું આ અહેવાલમાં
જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ભારતની સંસદ અને મુંબઇમાં ૨૬/૧૧ના હુમલામાં
પણ એલઈટીનો જ હાથ હતો.
કાશ્મીર સમસ્યા ઉકેલે તો પણ લશ્કર-એ- તોઈબાને ત્રાસવાદ છોડવામાં કોઇ રસ નથી
અમેરિકી સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવે તે જરૃરી છે પણ તેનાથી એલઈટીને લગતી મુશ્કેલીઓથી છૂટકારો મળી શકે તેમ નથી. આ જૂથનો ઈરાદો પાકિસ્તાનની સત્તા હાથમાં લેવાનો હોવાનું પણ તેમણે કહ્યું હતું.
અમેરિકી સાંસદે જણાવ્યું હતું કે લશ્કર-એ-તોઇબા જેવા ૨૧ જેટલા આતંકવાદી સંગઠનો દુનિયાભરમાં આતંક મચાવવાનું કામ કરી રહ્યા છે. કાશ્મીર ખીણમાં હિંસા ફેલાવતા તત્વો મૂળે કાશ્મીરી ન હોવાનું પણ તેમનું કહેવું હતું. અમેરિકી નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવવાથી હવે કામ પૂરૃ થઇ જશે તેમ માનવાનો કોઇ અર્થ નથી કારણ કે એલઈટી હવે ભારત પર પણ કબજો મેળવવા માગે છે.
ઉલ્લેખનીય છે કે એલઈટી હિંદુઓ અને યહુદીઓને ઈસ્લામના દુશ્મન ગણે છે અને તેથી જ તેણે આ ભારત અને અમેરિકા સહિતના પશ્ચિમ દેશો સામે જિહાદ છેડી છે. આ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન સમગ્ર વિશ્વ પર ઈસ્લામનું સ્થાપન કરવા માગતું હોવાનું પણ તજજ્ઞાોનું માનવું છે.
|