Last Updated:19 ડિસેમ્બર 2011

મૂડીરોકાણ માટે શ્રેષ્ઠ ત્રણ દેશોમાં ભારતનો સમાવેશ છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
શનિવાર, 13 માર્ચ 2010
કોલંબિયા યુનિવર્સિટીનો અહેવાલ

(પીટીઆઇ)    વોશિંગ્ટન, તા.૧૩
રોકાણ કરવા માટે વિશ્વના ત્રણ શ્રેષ્ઠ દેશોમાં ભારતનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. કોલંબિયા યુનિવર્સિટીના અહેવાલ મુજબ ઉદાર એફડીઆઇ નીતિ, વિવિધ આર્થિક ક્ષેત્રો અને ઝડપી જીડીપી વૃદ્ધિદર જેવા પરિબળોને કારણે રોકાણની દ્રષ્ટિએ ભારતને આગલી હરોળમાં સ્થાન આપવામાં આવ્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઇ અને દિલ્હી ઉપરાંત અમદાવાદ, બેંગલોર, ચેન્નઇ અને હૈદરાબાદ ભારતમાં રોકાણ માટેના મહત્વના શહેરો છે.
મુંબઇ અને દિલ્હી પછી અમદાવાદ, બેંગલોર, ચેન્નઇ, હૈદરાબાદ રોકાણ માટે શ્રેષ્ઠ શહેરો ઃ FDIની ઉદાર નીતિ મહત્વનું પરિબળ

અહેવાલમાં જો કે જણાવવામાં આવ્યું છે કે ઇક્વીટીની મર્યાદાને કારણે ભારતમાં વિદેશી રોકાણનો પ્રવાહ મર્યાદિત બની જાય છ. કોલંબિયા યુનિવર્સિટીના ૧૫ પેજના 'ઇનવર્ડ એફડીઆઇ એન ઇન્ડિયા'નામના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિદેશી રોકાણના પ્રવાહની દ્રષ્ટિએ પણ ભારતનો સમાવેશ વિશ્વના ટોચના ૧૩ દેશોમાં થાય છે. વર્ષ ૨૦૦૦ બાદ ભારતમાં વિદેશી રોકાણ ૧૫ ગણુ વધી ગયું છે. અહેવાલ મુજબ વિશ્વની અગ્રણી કંપનીઓ રોકાણ માટે ભારતની ગણના ટોચના ૩ શ્રેષ્ઠ દેશોમાં કરે છે, આગામી સમયમાં પણ ભારત વધુ વિદેશી રોકાણ આકર્ષશે.

અહેવાલમાં એમપણ જણાવવામાં આવ્યું છે કે રોકાણકારો શરૃઆતમાં મેન્યુફેક્ચરિંગ, વીજળી અને ટેલિકોમ્યુનિકેશન પર ધ્યાન કેન્દ્રીત કરતા હતા પણ હવે તેઓ સેવા ક્ષેત્રને પણ ધ્યાનમાં લઇ રહ્યા છે. ૧૯૯૦માં રોકાણ પર વિકસીત દેશોનું નિયંત્રણ વધારે હતું પણ હવે વિકાસશીલ દેશોના રોકાણકારો મહત્વના બની ગયા છે.
કોલંબિયા યુનિવર્સિટીના અહેવાલ મુજબ વર્ષ ૨૦૦૦ પછી દર ત્રીજુ રોકાણ ભારતના મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા મુંબઇમાં થતું હતું, જ્યારે ચોથા ભાગનું દિલ્હીમાં કરવામાં આવતું હતું. જો કે ૨૦૦૯માં વૈશ્વિક મંદીને પગલે ભારતમાં વિદેશી રોકાણનો પ્રવાહ ઘટયો હતો તેમ છતાં વૈશ્વિક રોકાણકારોમાં ભારતની સ્થિતિ મજબુત રહી હતી. રિપોર્ટમાં નિર્દેશ કરાયો છે કે મોટાભાગની આંતરરાષ્ટ્રીય કંપનીઓનું માનવું છે કે વિકસીત દેશો કરતા ભારત અને ચીન જેવા દેશોમાં તેમની કામગીરી વધુ સલામત છે, તેથી આ કંપનીઓએ હવે બે દેશો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ણય કર્યો છે.

અહેવાલમાં જણાવાયું છે કે કટોકટી છતાં પણ વોક્સવેગન, ટેલેનોર,એલજી, કેઇન તથા સંખ્યાબંધ આઇટી કંપનીઓએ ભારતના વિવિધ ક્ષત્રોમાં મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી