|
લંડનમાં બળાત્કારી ભારતીય યુવકને ૯ વર્ષની જેલની સજા |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
શનિવાર, 13 માર્ચ 2010 |
(પીટીઆઇ) લંડન, તા. ૧૩
બ્રિટીશ અદાલતે તરૃણી પર બળાત્કાર કરવા બદલ ૨૩ વર્ષીય ભારતીય યુવકને નવ
વર્ષના કારાવાસની સજા ફટકારી છે. બળાત્કારની આ ઘટના ગયા વર્ષે એપ્રિલ
મહિનામાં બની હતી.
૧૮ વર્ષની યુવતીનો પીછો કરી બળાત્કાર ગુજાર્યો ઃ એક રાહદારીએ પોલીસને જાણ કરતા બળાત્કારી યુવક ઝડપાઇ ગયો
લંડનની ઇલેવર્થ ક્રાઉન કોર્ટ ભારતીય મૂળના જગદીપ ચહલને ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૦૯ના રોજ બે સપ્તાહની સુનાવણી બાદ આરોપી સાબિત કર્યો હતો અને તેને ગઇકાલે સજા ફટકારવામાં આવી હતી. ૮મી એપ્રિલ, ૨૦૦૯ના રોજ જગદીપે ઉક્સબ્રિજ રોડથી ૧૮ વર્ષની છોકરીનો કેવી રીતે પીછો કર્યો તેની વિગતો રાઇટસહ સાંભળી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘટનાના દિવસે તરૃણીએ જગદીપને તેનો પીછો ન કરવા જણાવ્યું હતુ પણ જગદીપે પીછો કરવાનું બંધ કર્યું નહોતું અને તેણે છોકરીને બાજુના રસ્તે ઢસડી જઇ બળાત્કાર કર્યો હતો. ચાહલે તેને ધમકી પણ આપી હતી. જોકે ઘટનાના સમયે ત્યાથી પસાર થતી વ્યક્તિએ આ દ્રશ્ય જોઇને પોલીસને ફોન કર્યો હતો અને ગણતરીની મીનીટમાં પોલીસનો કાફલો આવી ગયો હતો.
ચાહલે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પણ પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી ભોગ બનનારી છોકરીને સારવાર માટે દવાખાને ખસેડી હતી. ૯મી એપ્રિલના રોજ ચાહલ પર બળાત્કારનો આરોપ મુકાયા બાદ તેને કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.
|