|
ઉત્તરપ્રદેશમાં ૧૨ વર્ષની છોકરીએ ૪ વર્ષના બાળકનો બલિ ચડાવ્યો |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
શનિવાર, 13 માર્ચ 2010 |
(પીટીઆઇ) લખનઉ, તા. ૧૩
ઉત્તરપ્રદેશમાં દેવી- દેવતાને માનવબલી ચડાવવાની ઘટના કોઇ નવાઇની વાત નથી
પણ બુલંદશહરમાં બનેલો એક કિસ્સો ખરેખર માની ના શકાય તેવો છે. બલીની
ઘટનાઓમાં સામાન્ય રીતે 'પુખ્તો' સંડોવાયેલા હોય છે પણ આ કિસ્સામાં ૧૨
વર્ષની એક છોકરીએ દેવીને રીઝવવા ચાર વર્ષના એક છોકરાની બલિ ચડાવી દીધી
હોવાનું બહાર આવ્યું છે.
છોકરીના માતા-પિતા પણ હત્યાના આરોપસર જેલમાં છેઃ ત્રણ માનવ બલિ ચડાવાય તો ગુપ્ત ખજાનો મેળવવાની લાલચ કારણભૂત
ઉલ્લેખનીય છે કે આ છોકરીના માતા-પિતા ચાર વર્ષની છોકરીની હત્યાના કેસમાં પહેલેથી જ જેલમાં છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આ પરિવારે દેવીને પ્રસન્ન કરવા તેમના એક પરિચિતના ૩ વર્ષના છોકરાને પણ કથિત રીતે ઝેર આપ્યું હતું. જોકે આ કૃત્યની જાણ થતાં અન્ય લોકોએ તાત્કાલિક છોકરાને દવાખાને ખસેડતા તે બચી ગયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પરિવાર એવું માનતો હતો કે તેઓ ત્રણ માનવબલિ આપે તો તેમની મુશ્કેલી દૂર થઇ જશે અને સાથે તેમને ખેતરમાંથી ખજાનો પણ મળશે.
અગાઉ ૪ વર્ષનો છોકરો સચિન ગુમ થતાં તેની શોધખોળમાંથી આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ આરોપી છોકરીના ઘરે લોકોએ ધમાલ મચાવતા એક કોથળામાંથી સચિનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શરૃઆતમાં આ છોકરીએ કંઇ માહિતી આપી નહોતી પણ કડક પૂછપરછના અંતે તેણે ગુનો કબુલ્યો હતો. તેણે કહ્યું હતું કે તેના પરિવારને વર્ષોથી પડતી મુશ્કેલીઓમાંથી બચાવવાનો તેણે આ પગલું ભર્યું હતું.
|