|
કલાકો પરસેવો પાડવા કરતાં ટૂંકી કસરત વધુ લાભદાયી |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
શનિવાર, 13 માર્ચ 2010 |
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૧૩
શરીરને ફીટ રાખવા ઇચ્છતા પણ સમયના અભાવે નિયમિત કસરત નહિ કરી શકનારાઓએ આ
સમાચાર અચૂક વાંચવા જોઇએ. સંશોધકોનું માનવું છે કે કલાકો સુધી પરસેવો
પાડવા કરતા નિયમિત પણે ટૂંકો સમય સઘન કસરત કરવાથી શરીર વધુ ફીટ રહે છે.
વારંવાર વિરામ સાથે લાંબા સમયની કસરત કરતા માત્ર ૧૦ મીનિટની સખત કસરતથી શરીર વધુ ફીટ રહે છે
નિષ્ણાંતોના મતે મેદસ્વીતા ઓછી કરવા દરરોજ માત્ર ૧૦ મીનિટની સઘન કસરતથી એટલો જ ફાયદો થાય છે જેટલો કલાકો સુધી કરવામાં આવતી કસરતથી થાય છે. કસરતને કારણે શરીર પર થતી અસરો તપાસવા માટે થયેલા અભ્યાસના તારણો મુજબ ૧૦ મીનિટની સઘન કસરતની ખાસિયત માત્ર ઓછો સમય જ નથી પણ, મેદસ્વીતા ઘટાડવામાં તથા ટાઇપ-૨ પ્રકારના ડાયાબીટીસના જોખમને રોકવામાં પણ આ રીતે થતી કસરત વધુ ફાયદાકારક છે. મેકમાસ્ટર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ કિનેસોલોજીના પ્રોફેસર માર્ટિન ગીબાલાએ જણાવ્યું હતું કે શરીરની ચરબી ઓછી કરવામાં નિયમિત થતી ટૂંકી કસરત અસરકારક પુરવાર થાય છે.
અભ્યાસના અહેવાલ પ્રમાણે સામાન્ય લોકોને હંમેશા ફીટ રહેવા માટે સ્પેશ્યલ સાધનોની કોઇ જ જરૃર નથી, આ પ્રકારની કસરત દ્વારા પણ તેઓ શરીરને ફીટ રાખવાની સિદ્ધિ હાંસલ કરી શકે છે. પ્રોફેસર ગીબાલા છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયથી કસરતની અસરો પર સંશોધન કરી રહ્યા છે. તેમનું માનવુ છે કે ટૂંકા સમય માટે સખત કસરત કરવાથી ચરબીમાં શૂન્ય ટકાનો વધારો થાય છે. અભ્યાસ દરમિયાન ૩૦ સેકન્ડ સુધી ઝડપી પેડલીંગ બાદમાં ચાર મીનિટનો આરામ એ પછી ફરી ૩૦ સેકન્ડ પેડલીંગ, એમ ચારથી પાંચ વખત સતત કરવામાં આવતી કસરતની શરીર પર થતી અસરો નોંધવામાં આવી હતી, તથા પ્રમાણમાં ઓછી ઝડપે ૭૫ સેકન્ડ સુધી ૨૦-૨૫ વખત કરવામાં આવતા પેડલીંગની શરીર પર થતી અસરો પણ નોંધવામાં આવી હતી. પ્રોફેસર ગીબાલાએ જણાવ્યું હતું કે કસરતમાં જેટલો તીવ્રતામાં ઘટાડો થાય છે.
|