|
પોલીસની નજરથી બચવા ફોનને બદલે ઇન્ટરનેટ પર બેટિંગ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
શનિવાર, 13 માર્ચ 2010 |
|
આઇપીએલની આ સીઝનમાં
મુંબઇ તા.૧૩
ક્રિકેટ મેચ નવા સ્વરૃપે રમી શકાય તો જુગાર પણ અલગ રીતે ખેલી શકાય.
આઇપીએલની વર્તમાન સીઝનમાં બુકીઓ સટ્ટો ખેલવા માટેની એક નવી જ રીત અપનાવીને
પોલીસને હાથતાળી આપવાની આશા રાખી રહ્યા છે. એમ પોલીસ અને સટ્ટા બજારનાં
વર્તુળોએ જણાવ્યું છે.
સટોડિયાનાં નાણાં બુકીઓનાં ખાતાંને બદલે લંડન તથા દુબઇનાં બેન્ક ખાતાંમાં જમા થશે અને હવાલા દ્વારા બુકીઓને પહોંચાડાશે
બેટિંગ રેકેટ પર કાયદાનો અમલ કરાવતી એજન્સીઓની વધતી જતી દેખરેખ સાથે મોટું કામકાજ ધરાવતા બુકીઓ ઘણી બધી પ્રસિધ્ધિમાં રહ્યા છે. આ વર્ષે તેઓ તેમનું કામકાજ ખૂબ સલામત રીતે કરશે અને ટેલિફોન પર બેટિંગ નહીં લે. તેઓ ઇન્ટરનેટ પર મેચના પ્રત્યેક બોલને હિસાબે બેટિંગ લેશે. અને પોલીસ માટે ઇન્ટરનેટ પર નજર રાખવી મુશ્કેલ છે.
બીજું એ કે સટોડિયાનાં નાણાં આ બુકીઓના બેન્ક ખાતામાં સીધાં જમા થશે નહીં આ નાણાં લંડન અને દુબઇની બેંન્કોનાં ખાતાંમાં જમા થશે અને ત્યાંથી હવાલા નેટવર્ક દ્વારા બુકીઓને નાણાં પહોંચાડાશે. નામ પ્રસિધ્ધ નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે આ વ્યવસ્થામાં અન્ડરવર્લ્ડ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. વર્તુળોએ કહ્યું હતું કે ફોન પર બેટિંગ લેતાં બુકીઓ મુશ્કેલીમાં મૂકાય છે. પોલીસ તેના માહિતી મેળવવા માટેના નેટવર્કનો ઉપયોગ કરીને સક્રિય બુકીંઓને ઓળખી કાઢે છે. અને તેમની ટેલિફોન લાઇન ટેપ કરે છે. તેથી પોલીસને બેટિંગ વિશેની વાતચીત તથા બુકી કયા સ્થળે છે તે વિશે પણ માહિતી મળે છે. માત્ર બુકીઓ જ ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા બેટિંગ લઇ સલામત રહેવા ઇચ્છે છે એવું નથી. તેમણે કરેલા દાવા મુજબ સટોડિયાઓએ પણ આ નવા માધ્યમની માગણી કરી છે કારણ કે તેનાથી તેમને માટે બેટિંગનું કમકાજ વધુ પારદર્શક રહે છે.
એક બુકીએ કહ્યું હતું કે ક્યારેક લોકો મેચની અધવચ્ચે બેટિંગ પાછું ખેંચી લેવા ઇચ્છતા હોય છે. અગાઉ બુકીઓને નાણાંકીય નુકસાન શરૃ થાય ત્યારે તે ફોન બંધ કરતા કે તેને બિઝીટોન પર મૂક્તા વધુ બેટિંગ લેવાનું ટાળવા તથા પોતાને નફો વધારવા તેઓ આવું કરતા હતા. નિયમીત ગ્રાહકોએ પોતાના હિતના રક્ષણ માટે સુરક્ષિત સિસ્ટમની માગણી કરી છે.
|