Last Updated:19 December 2011

ઇન્દોરમાંથી હવાલાના રૃ. ૮૦ લાખ સાથે ચાર ગુજરાતીની ધરપકડ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
શનિવાર, 13 માર્ચ 2010
(પીટીઆઇ)    ઇન્દોર, તા. ૧૩
મધ્યપ્રદેશ પોલીસે આંતર રાજ્ય હવાલા કૌભાંડને ખુલ્લુ પાડયાનો દાવો કર્યો છે. આ સંદર્ભે તેમણે ચાર વ્યક્તિઓની ધરપકડ કરીને રૃ. ૮૦ લાખ જેટલી રકમ પણ જપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે આ ચારેય વ્યક્તિઓ ગુજરાતના છે.
વિશેષ રીતે બનાવેલા જેકેટમાં નાણાં સંતાડયાઃ હવાલાના નાણાંની હેરફેર માટે એક ટ્રીપ દીઠ રૃ. ૮૦૦ મળતા હતા
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે ગઇરાત્રે ગંગાપાલ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી બાતમીના આધારે ચાર વ્યક્તિને પકડી પાડી છે અને તેમની પાસેથી રોકડ રકમ પણ મળી આવી છે. આ જંગી રકમ ખાસ પ્રકારે બનાવેલા જેકેટમાં પેક કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલી આ ચારેય વ્યક્તિની ઓળખ ગુજરાતના રાજેશ પટેલ, કિરીટ પટેલ, રાકેશ પટેલ અને અશોક પટેલ તરીકે થઇ છે. આ ચારેય વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી ઇન્દોરમાં કામ કરતી હતી.
ધરપકડ બાદ તેમણે પોલીસન જણાવ્યું હતું કે હવાલા દ્વારા પૈસા ચૂકવવામાં તેમને દરેક ફેરે રૃ. ૮૦૦ મળે છે. આ કૌભાંડ સંદર્ભે સ્થાનિક લોકોની સંડોવણી શોધી કાઢવા પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત હવાલા મારફતે પૈસા મોકલતા તત્વોની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.

દરમિયાન ઉત્તરપ્રદેશના ચંદ્રોલી જીલ્લામાં ટ્રેનના એક એસી કોચમાંથી અંદાજે રૃ. ૨.૫ કરોડની નકલી ચલણી નોટો અને થાઇલેન્ડનો નકશો મળી આવતા સનસનાટી મચી ગઇ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ નકલી નોટો ગઇરાત્રે મુગલસરાય રેલવે સ્ટેશન પરથી પુરૃષોત્તમ એક્સપ્રેસમાંથી મળી આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ નોટો રૃ. પાંચસોની છે અને તેની વચ્ચે 'ડમી' લખેલું છે. અડધી તૈયાર કરેલી આ નોટ પર આરબીઆઇનો લોગો પણ છાપેલો હતો. સ્થાનિક પોલીસે એટીએસ અને અન્ય સંસ્થાઓની મદદ માગી છે. ઉલ્લેખનીય છે કે કોચની જે સીટ પરથી આ નોટોની બેગ મળી આવી છે તે પુરીથી નવી દિલ્હી સુધીની હતી.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી