Last Updated:19 December 2011

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અંગે સાત સભ્યોની સમિતિની રચના કરાઇ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
શનિવાર, 13 માર્ચ 2010
પ્રોફેશનલ કોર્સોમાં પ્રવેશ માટે

(પીટીઆઇ)    હૈદરાબાદ, તા.૧૩
કેન્દ્ર સરકારે આજે મેડીકલ, એન્જિનિયરીંગ સહિતના પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની શક્યતા ચકાસવા તથા યુનિવર્સિટીઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઉપયોગનો વ્યાપ વધારવા વાઇસ ચાન્સેલરોની બનેલી સમિતિની રચના કરી છે.
સાત વાઇસ ચાન્સેલરોની સમિતિ CETની શક્યતા તપાસશે તથા ધારાધોરણો સૂચવશે

માનવ સંસાધન પ્રધાન કપિલ સિબ્બલે આજે સમિતિની રચના કરી હતી, જેમાં સાત વાઇસ ચાન્સેલરોનો સમાવેશ થશે. આ સમિતિ એક યુનિવર્સિટીમાંથી અન્ય યુનિવર્સિટીમાં જતા વિદ્યાર્થીઓના માઇગ્રેશનની પ્રક્રિયા અંગે પણ સુચનો કરશે.

સરકાર મેડીકલ, એન્જિનિયરીંગ, કોમર્સ અને ઇકોનોમીક્સ સહિતના વ્યાવસાયિક કોર્સોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાનો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લાગુ કરવા વિચારણા કરી રહી છે. વાઇસ ચાન્સેલરોની બનેલી કમિટિ આ માટેની શક્યતાઓ તપાસશે તથા જરૃરી ધારાધોરણો પણ સુચવશે. હૈદરાબાદ ખાતે આજે યોજાયેલી કેન્દ્રીય યુનિવર્સિટીઓના વાઇલ ચાન્સેલરોની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો હતો, બેઠક માનવ સંસાધન પ્રધાનના વડપણ હેઠળ યોજાઇ હતી.

કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે અનેક યુનિવર્સિટીની માળખાકીય સુવિધાઓ વર્ગોના સમયને બાદ કરતા વણવપરાયેલી હોય છે, આ સુવિધાઓનો શિક્ષણ, ટ્રેનીંગ અને કૌશલ્ય વિકસાવવા માટે સદુપયોગ ઉપયોગ કરી શકાય છે. આ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્તમ ઉપયોગ માટે જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા પણ નવા કોર્સની શરૃઆત કરી શકાય છે.

કેટલીક યુનિવર્સિટીઓ માત્ર સવારના સમયે જ વર્ગો લેતી હોય છે. જ્યારે બાકીના સમયે આ યુનિવર્સિટીઓની સંપત્તિ વપરાશ વિના વેડફાતી હોય છે. તેથી યુનિવર્સિટીઓને આ સંપત્તિનો વપરાશ વધારવા માટેની યોજના બનાવવાની સલાહ આપવામાં આવશે. સિબ્બલે જણાવ્યું હતું કે કમિટિની બેઠક દર ચાર મહિને મળશે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી