Last Updated:19 ડિસેમ્બર 2011

બસપની રજત જયંતી ઉજવવા માયાવતી કરોડોનો ધૂમાડો કરશે છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
શનિવાર, 13 માર્ચ 2010
(પીટીઆઇ)    લખનઉ, તા. ૧૩
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન માયાવતી તેમના પક્ષ બહુજન સમાજ પાર્ટીની રજત જયંતી નિમિત્તે રેલી યોજીને કરોડો રૃપિયાનો ધુમાડો કરી રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ખર્ચ બદલ રાજ્યના વિરોધ પક્ષ દ્વારા માયાવતી સરકારની આકરી ટીકા  થઇ રહી છે.
પ્રતાપગઢ ધક્કામુક્કીના મૃતકોને વળતર ચૂકવવા પૈસા નહિ હોવાનો દાવો કરનારી સરકાર પક્ષ માટે કરોડો ખર્ચશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મહારેલી મંગળવારે યોજાનારી છે જેમાં ૨૦ લાખથી વધુ બસપના કાર્યકરો ઉમટી પડે તેવી શક્યતા છે. મુખ્યપ્રધાન માયાવતીએ જણાવ્યું હતું કે આ રેલી બસપના સ્થાપક કાંસિરામની જન્મજયંતિ નિમિતે યોજવાાં આવશે. જેમાં સરકારની યોજનાઓ અને નીતિ અંગે લોકોને માહિતી આપવામાં આવશે.
દરમિયાન ઉત્તરપ્રદેશ સરકારની ટીકા કરતા કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે રેલીઓ પાછળ ધુમાડો કરવા માટે માયાવતી પાસે નાણા છે પણ પ્રતાપગઢમાં ધક્કામુક્કીમાં ઘવાયેલા સામે વળતર આપવાનું ભંડોળ તેમની પાસે નથી.

આ અગાઉ ઉત્તરપ્રદેશ સરકારે જણાવ્યું હતું કે પ્રતાપગઢની આ ગોઝારી ઘટનાનો ભોગ બનનારાઓને રાહત આપવા તેમની પાસે કોઇ નાણાંકીય જોગવાઇ નથી. તેમણે આ ઘટનાનું વળતર ચૂકવવા કેન્દ્ર સરકારને મદદ માટે અપીલ પણ કરી હતી.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી