|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
શનિવાર, 13 માર્ચ 2010 |
|
મેઘાલયની કોંગ્રેસ સરકાર મુશ્કેલીમાં
(પી.ટી.આઇ.૦ શિલોંગ, તા. ૧૩
મેઘાલય કોંગ્રેસમાં નવા બળવાખોરો ઉભા થયા બાદ મુખ્યમંત્રી લેપાંગે
સ્વીકાર્યું હતું કે બળવાખોર સભ્યોની કેબિનેટમાં સ્થાનની માગણીનું દબાણ
વધી ગયું છ અને સરકાર મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે.
મુખ્યમંત્રી લેપાંગે જણાવ્યું હતું કે દરેક જણ મંત્રીનો હોદ્દો માગે છે
એટલે કુદરતી રીતે જ દબાણ વધી જાય પરંતુ તેમણે તેમના મિત્રો અને સરકારને
ટેકો આપનાર અપક્ષોનો પણ ખ્યાલ રાખવો પડે.
આ મુશ્કેલીને કારણે સરકાર બદલાશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં તેમણે
જણાવ્યું હતું કે બળવાખોર સભ્યો દિલ્હી ગયા છે હવે કોંગ્રેસની ઉચ્ચ
નેતાગીરી શું કરે છે તે જોવાનું રહ્યું.
શિરડીમાં VIP દર્શન માટે ફી ભરવી પડશે
(પીટીઆઇ) મુંબઇ, તા. ૧૩
સુપ્રસિદ્ધ યાત્રાધામ શિરડી સાંઇબાબાના મંદિરમાં વીઆઇપી માટે દર્શન હવે મોંઘા બનશે. મંદિરના વ્યવસ્થાપકોએ વીઆઇપી દર્શન માટે રૃપિયા ૧૦૦ થી ૫૦૦ની ફી નક્કી કર્યાનું જાહેર કર્યું હતું.
મંદિરમાં પૂજા કરવા માટે વીઆઇપી લોકોને રૃપિયા ૧૦૦, ૨૦૦ અને રૃપિયા ૫૦૦ની જુદા જુદા સ્તરે ફી નક્કી કરાશે. જો કે આ વર્ગીકરણની સ્પષ્ટતા કરવામાં આવી નથી . સાંઇબાબાના દર્શને વીઆઇપી લોકોનો ધસારો વધી રહ્યો હોવાથી ફીની પ્રથાથી મંદિરની આવકમાં સારો એવો વધારો થશે.
લાહોર બ્લાસ્ટમાં સંડોવણીનો પાક.નો આક્ષેપ ભારતે ફગાવ્યો
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૧૩
પાકિસ્તાનના લાહોરમાં થયેલા વિસ્ફોટમાં ભારતની સંડોવણીના પાકિસ્તાનના આક્ષેપને ફગાવી ભારતે જણાવ્યું હતું કે આવા પાયા વિનાના આક્ષેપોને કારણે દ્વિપક્ષી સંબંધો વણસે છે અને ભારતને પાકિસ્તાનમાં અસ્થિરતા સર્જવામાં કોઇ રસ નથી. વિદેશ મંત્રાલયે કડક શબ્દોમાં કહ્યું હતું કે પાકિસ્તાને તેની ધરતી પરથી ભારતમાં ફેલાવાતા ત્રાસવાદ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. ભારત આવી કોઇ પ્રવૃત્તિ સાથે સંકળાયેલું નથી. ભારતે અનેક વખત જણાવ્યું છે કે ભારતને પાકિસ્તાનમાં અસ્થિરતા ફેલાવવામાં રસ નથી.
લાહોરમાં થયેલા વિસ્ફોટને ભારત વખોડી કાઢે છે તેમ જણાવી ભારતે બ્લાસ્ટમાં ભોગ બનેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી હતી.
પાકિસ્તાને આ વિસ્ફોટમાં ભારતની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો તે અંગે નિરાશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આવા આક્ષેપો કમનસીબ છે.
ઈશાન ભારતમાં હળવો ધરતીકંપ
(પીટીઆઇ) શિલોંગ, તા. ૧૩
ઈશાન ભારતમાં શનિવારે ૫.૬ની તીવ્રતાનો હળવો ભૂકંપ નોંધાયો હતો. સ્થાનિક ભૂસ્તરશાસ્ત્રીની કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે ઈશાન ભારતમાં ભારત-મ્યામાર સરહદે શનિવારે વહેલી સવારે ૫.૬ની તીવ્રતાનો ભૂકંપ થયોહતો. જેનું એપી સેન્ટર મ્યામાર સરહદ પર હોવાનું જણાવ્યું હતું.
આ હળવા ભૂકંપમાં કોઇ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. ભારતના ગુવાહાટી સહિતના કેટલાંક વિસ્તારોમાં ભૂકંપની ધુ્રજારી અનુભવાઇ હતી.
|