Last Updated:19 ડિસેમ્બર 2011

હેડન, ધોની અને રૈના આજની મેચમાં ડેક્કન સામે ફોર્મ બતાવશે છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GSNEWS   
શનિવાર, 13 માર્ચ 2010

આજે ડેક્કન- ચેન્નાઇ વચ્ચે રાત્રે ૮થી મુકાબલો

 પ્રથમ બે સિઝનમાં અમારી ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ ટાઇટલ જીતવાની ઘણી નજીક પહોંચી ગઇ હતી. આ નિર્ણાયક મેચમાં અમે વિજયને સારી સ્થિતિ બાદ પરિવર્તિત નહોતા કરી શક્યા. પણ આ વખતે અમે આઇપીએલ ચેમ્પિયન બનવા માટે ભરપુર આત્મવિશ્વાસ ધરાવીએ છીએ.

ફ્લીન્ટોફ, ઓરમની ખોટ અમને સાલશે

મુરલીધરનની કોલમે


હેડન, ધોની અને રૈના જેવા ધરખમ બેટ્સમેનો અમારી તાકાત છે. ગયા વર્ષે સાઉથ આફ્રિકામાં તેઓની બેટીંગ છવાઇ ગઇ હતી. હવે ભારતના વાતાવરણ અને પીચ પર તેઓ વધુ ખીલી ઉઠશે.
જો કે ફ્લીન્ટોફની ખોટ અમને ચોક્કસ સાલશે.  ફ્લીન્ટોફ જો ફીટ અને ફોર્મમાં હોય તો અમારી ટીમની મજબુતાઇને કોણ નકારી શકે. ઓલરાઉન્ડર ઓરમ પણ અનફીટ હોઇ અમારી સમતુલાને અસર કરશે.
ટુર્નામેન્ટની પ્રારંભની મેચોમાં અમે માઇકલ હસીની રમતથી પણ વંચિત રહીશું. તેવું જ જ્યોર્જ બેઇલી જેવા ટેલેન્ટેડ ખેલાડી માટે કહી શકાય.

આ કારણે અમારી ટીમના જે પણ વિદેશી ખેલાડીઓને રમવા મળશે તેઓએ ઉંચા દરજ્જાનું રમવું પડશે. ઘણા સ્ટાર વિદેશી ખેલાડીઓ પ્રારંભની મેચો રમવાના નહીં હોઇ મને તક મળે તેમ લાગે છે. ટ્વેન્ટી-૨૦માં ટીમની સમતુલા અને વિદેશી ખેલાડીઓની ઇલેવન માટે મર્યાદા હોઇ મને રમવા ના મળે તો સમજી શકું છું પણ જો તક મળશે તો મારી ક્ષમતા પુરવાર કરી બતાવીશ. મેં તાજેતરમા શ્રીલંકાના ઘર આંગણાના ક્રિકેટમાં ઘણી જ ઉત્સાહજનક બોલીંગ નાખી હતી.

 મારો રમત પ્રત્યે ક્રેઝ સ્હેજ પણ ઘટયો નથી. ક્રિકેટ મારો રોમાંચ છે. ચેન્નાઇ તરફથી રમતા પણ હું આવી જ લાગણી અનુભવું છું. ડેક્કન સામે અમારે કાલે રમવાનું છે. તેઓ કોલકાતા સામે હારી ગયા હોઇ ઘવાયેલા સિંહની જેમ ઉતરશે. ચેમ્પિયનનું ગૌરવ લઇને પણ તેઓ ફરે છે.
સ્પિન બોલરોનું આઇપીએલની બે સિઝનમાં આગવું મહત્વ પુરવાર થયું છે. વોર્ને બોલિંગ ઉપરાંત કેપ્ટન્સીથી પણ તેની મહત્તા પુરવાર કરી છે. ભારતમાં સાઉથ આફ્રિકા જેટલી આઇપીએલમાં સ્પિનરોને મદદ મળે છે કે નહીં તે પણ જોવાનું રહેશે. હું વિકેટ લેવા કરતા હરિફ બેટસમેનોને બાંધી રાખવા ઉપર ધ્યાન રાખીશ.
 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી