Last Updated:19 ડિસેમ્બર 2011

કોલકાતા ટુર્નામેન્ટમાં આવો જ મિજાજ જાળવી રાખે તે જરૃરી છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GSNEWS   
શનિવાર, 13 માર્ચ 2010

આજે બપોરે ૪થી કોલકાતા-બેંગલોર વચ્ચે મેચ

 એવી આશા રાખીએ કે કોલકાતાએ ડેક્કન સામે જે રીતે વળતી લડત અને જુસ્સા સાથે મેચ જીતી હતી તે મિજાજ ટુર્નામેન્ટ દરમ્યાન જળવાઇ રહે. આઈપીએલની બે સિઝનમાં કોલકાતાની ઈમેજ ઘણી ઊંચી રહી છે. પણ મેદાન પર બે સિઝનમાં તેઓનું પરફોરમન્સ નિમ્ન સ્તરનું રહ્યું છે.

રોહિત શર્માએ શરમજનક રીતે વિકેટ ફેંકી હતી

માંજરેકરની કોલમ

કોલકાતાએ આઈપીએલ જીતવી જરૃરી છે તેનું એક કારણ એ છે કે બંગાળમાં ક્રિકેટનો હંમેશા ભારે ફીવર પ્રવર્તતો હોય છે. વાસે પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ઝડપતા કોલકાતા ફરી પાછું બેઠું નહીં જ થાય તેમ લાગતું હતું. મેકુલમ અને  ગેલ વગર  તેઓની ટીમ આમ પણ ઘણી સામાન્ય લાગે છે.શ્રીલંકાના મેથ્યુસ અને ઈંગ્લેન્ડના ઓવેશ શાહે હરિફ ટીમને કલ્પના પણ નહીં હોય તેમ છેતર્યા હતા. ડેક્કને પરિસ્થિતિને હળવાશથી લીધી તે ભારે પડયું હતું. ડેક્કનના બેટ્સમેનોએ તેઓની હારને આમંત્રણ આપતા જે શોટ્સ ફટકાર્યા હતા તેની સ્પર્ધા રાખી હોય રોહિત શર્માએ જે રીતે બેટ વીંઝીને વિકેટ ગુમાવી હતી  તેને ઈનામ મળી શકે. કોલકાતાના કેપ્ટન તરીકે ગાંગુલીનો મેદાન પરનો ઉત્સાહ અને તેનો ખેલાડીઓ જોડેનો સંપર્ક જોવા જેવો હતો. ગાંગુલી ટીમનો કેપ્ટન હોય ત્યારે  આવી જ અપેક્ષા રખાય.
 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી