Last Updated:19 ડિસેમ્બર 2011

તોઇબા સહિત ત્રાસવાદી જૂથોને ISI ટેકો આપે છે ઃ ચિદમ્બરમ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
શુક્રવાર, 12 માર્ચ 2010
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૧૨
ભારત વિરોધી ત્રાસવાદી કૃત્યોમાં સરકારી એજન્સીઓ સામેલ નહિ હોવાના પાકિસ્તાનના દાવાને પડકારતા ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમે આજે રાજધાનીમાં યોજાયેલા એક પરિસંવાદમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં લશ્કર-એ-તોઇબા તથા અન્ય તમામ આતંકવાદી સંગઠનોને આઇએસઆઇ દ્વારા સહકાર મળી રહ્યો છે અને તેમણે ભારતમાં મોડયુલ્સ અને સ્લીપર સેલ ઉભા કરેલા છે. પરિસંવાદમાં ઉપસ્થિત પાકિસ્તાનના હાઇકમિશ્નર શાહિદ મલિક અને ચિદમ્બરમ વચ્ચે પરસ્પર આરોપ-પ્રત્યારોપ થયા હતા.
આ ખુલ્લી હકીકત છે ઃ યુધ્ધ વિકલ્પ નહિ હોવાથી ભારત વાટાઘાટો માટે તૈયાર ઃ પાક.હાઇકમિશનર મલિકે ગૃહ પ્રધાનના આક્ષેપો નકાર્યા

ગૃહ પ્રધાન ચિદમ્બરમે જણાવ્યું હતું કે 'જો (પાકિસ્તાનમાં) સરકારી નીતિ ત્રાસવાદને સમર્થન આપતી હોય અને જો સરકારી નીતિના ભાગરૃપ ભારતમાં આતંકવાદની નિકાસ કરવામાં આવતી હોય તો આ સરકાર સાથે કેવીરીતે કામ પાર પાડી શકાય ?'
ચિદમ્બરમે જણાવ્યું હતું કે 'પાકિસ્તાન સ્થિત દરેક ત્રાસવાદી સંગઠનોને આઇએસઆઇની મદદ મળે છે એ કોઇ ગુપ્ત વાત નથી. લશ્કર-એ-તોઇબા, હિઝબુલ મુજાહિદ્દીન, જમાત-ઉદ્-દાવા, અલ-બદ્ર આ દરેક સંગઠનોને આઇએસઆઇનો ટેકો મળે છે.'

યુધ્ધ એ વિકલ્પ નહિ હોવાનું જણાવતા ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે 'જ્યારે પણ આપણને વિકાસની તક જણાતી હોય તો આપણે વાતચીત કરવી જોઇએ.' તેમણે ઉમેર્યું હતું કે 'ગત મહિને યોજાયેલી વિદેશ સચિવ કક્ષાની વાટાઘાટોનું કોઇ પરિણામ આવ્યું નથી. પણ અમે વિદેશ સચિવકક્ષાની ચર્ચાના બીજા રાઉન્ડ માટે હજુપણ તૈયાર છીએ.' પરિસંવાદમાં ચિદમ્બરમે તેમના નિવેદનોમાં પાકિસ્તાનની ટીકા કરવાની એકપણ તક ગુમાવી ન હતી, ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત પાકિસ્તાનના હાઇકમિશ્નર શાહિદ મલિકે તેમના આક્ષેપો નકારવાનો પ્રયાસ કર્યો હતો.
ચિદમ્બરમના આક્ષેપોનો જવાબ આપતા મલિકે બલુચિસ્તાનમાં ભારતની કથિત સંડોવણીનો તથા અફઘાનિસ્તાનમાં ભારતની સક્રિયતાનો મુદ્દો ઉપાડયો હતો. મલિકે દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાં ભારતની સક્રિયતાને કારણે પાકિસ્તાનની સમસ્યામાં વધારો થયો છે, ભારતે તેમના આક્ષેપો નકાર્યા હતા. આ સાથે મલિકે ભારત વિરોધી ત્રાસવાદી પ્રવૃત્તિમાં સરકારની સંડોવણીનો પણ ઇનકાર કર્યો હતો.

ચિદમ્બરમે જણાવ્યું હતું કે ભારતે આપેલી યાદીમાં સામેલ વ્યક્તિઓના વોઇસ સેમ્પલ પાકિસ્તાને આપવા જોઇએ. આ સેમ્પલ દ્વારા પુરવાર થશે તો ત્રાસવાદી પ્રવૃત્તિમાં પાકિસ્તાનની સરકારી એજન્સીઓ સામેલ છે કે નહિ.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી