|
ભારતમાં ૧૨ અણુરીએક્ટરો બાંધી આપવા રશિયાના કરાર |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
શુક્રવાર, 12 માર્ચ 2010 |
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૧૨
રશિયાના વડાપ્રધાન વ્લાદિમીર પુતિનના બે દિવસના ભારત પ્રવાસ દરમિયાન
દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવતા ભારત અને રશિયાએ આજે ૧૯ કરારો પર
હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ત્રણ નાગરિક પરમાણુ ક્ષેત્રે સહકાર સાધવા
માટેના છે. આ કરારના ભાગરૃપ રશિયા ભારતમાં ૧૨ અણુ રીએક્ટરો બાંધશે. આ સાથે
રશિયા ભારતને ૨૯ મીગ ફાઇટર વિમાનો પણ વેચશે. આ સાથે પુતિન અને મનમોહનસિંહ
વચ્ચે ત્રાસવાદ મુદ્દે વ્યાપક ચર્ચા થઇ હતી.
રશિયાના વડાપ્રધાન પુતિનના ભારત પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે ૧૯ કરાર
નાગરિક પરમાણુ ક્ષેત્રે થયેલા કરાર હેઠળ રશિયા ૧૨ અણુ રીએક્ટરો બાંધશે, જેમાથી ૬ પ્લાન્ટ કુડનકુલમમાં તથા અન્ય ૬ પ્લાન્ટ પશ્ચિમ બંગાળના હરિપુરમાં બાંધવામાં આવશે. રશિયાના વડાપ્રધાન વ્લાદિમીર પુતિનના બે દિવસીય ભારત પ્રવાસ દરમિયાન આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
દ્વિપક્ષીય સહકાર વધારવા માટે પુતિને તેમના સમકક્ષ વડાપ્રધાન મનમોહનસિંહ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. બન્ને નેતાઓએ ત્રાસવાદના સંદર્ભમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. નાગરિક પરમાણુ ક્ષેત્રે થયેલો કરાર પરમાણુ ઉર્જાનો શાંતિપૂર્વક ઉપયોગના હેતુસર છે. પરમાણુ શક્તિ અંગે એનપીસીઆઇએલ અને એટમોસ્ટ્રોય એક્સપોર્ટ વચ્ચે પણ તમિળનાડુના કુડનકુલમ ખાતે ત્રીજો અને ચોથો એટોમીક પ્લાન્ટ બાંધવા માટે સમજૂતીના હસ્તાક્ષર થયા હતા.
પુતિનની ભારત મુલાકાત દરમિયાન ગોર્શકોવ વિમાનવાહક જહાજ પરના સુધારેલ કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પ્રારંભમાં વર્ષ ૨૦૦૪માં ૧.૫ અબજ ડૉલરના ગોર્શકોવ સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં ૧૬ મીગ-૨૯કે ફાઇટર વિમાનો પણ સામેલ હતા. જો કે રશિયાએ બાદમાં ખર્ચમાં વધારો થયાનું જણાવીને વધુ ૨.૯ અબજ ડૉલરની માગણી કરી હતી. બાદમાં બન્ને દેશો વચ્ચે લાંબી ખેંચતાણ બાદ ગોર્શકોવ સોદાની અંતિમ કિંમત ૨.૩૪ અબજ ડૉલર રાખવામાં આવી હતી.
|