Last Updated:19 ડિસેમ્બર 2011

એક લીટીના પ્રશ્ન સામે ૮૦૦૦ પેજનો વજનદાર જવાબ મળ્યો છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
શુક્રવાર, 12 માર્ચ 2010
(પીટીઆઇ)    ભોપાલ, તા.૧૨
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના એક ધારાસભ્યને વિધાનસભામાં સરકારને સવાલ પૂછવો શબ્દશઃ 'ભારે' પડી ગયો હતો, માત્ર એક જ લીટીના તેમના સવાલના જવાબમાં સરકાર દ્વારા તેમના ઘરે ઓટોરીક્શામાં ૮,૦૦૦ પેજના બંડલો પહોંચાડી દેવામાં આવ્યા હતા. 'વજનદાર'જવાબથી ચોંકેલા ધારાસભ્યએ સમગ્ર ઘટનાને ક્રુર મજાક ગણાવી હતી.
મધ્યપ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના સીનિયર નેતા ચૌધરી રાકેશસિંહ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે '૭મી જુલાઇના રોજ વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન મેં એક સવાલ પૂછ્યો હતો જેના જવાબમાં રાજ્યના હાઉસિંગ અને પર્યાવરણ મંત્રાલય દ્વારા ગત સપ્તાહે મને વિશાળ બંડલોનો જથ્થો આપવામાં આવ્યો હતો.' ચૌધરીએ તેને સંસદીય ઇતિહાસનો સૌથી લાંબો જવાબ ગણાવ્યો હતો.
મધ્યપ્રદેશ વિધાનસભામાં સવાલ પૂછનાર કોંગ્રેસી ધારાસભ્યના ઘરે આઠથી દસ મોટા બંડલો મોકલી દેવાયા

ચૌધરીએ જણાવ્યું હતું કે તેમણે જાન્યુઆરી ૨૦૦૬થી ડિસેમ્બર ૨૦૦૮ સુધી એનઓસી આપવામાં આવી હોય એવા ઔદ્યોગિક એકમોના નામ આપવા હાઉસિંગ અને પર્યાવરણ પ્રધાન જયંત માલીયાને સવાલ પૂછ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ સવાલના જવાબમાં મારા ઘરે આઠથી દસ બંડલો મોકલી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસી ધારાસભ્યએ જણાવ્યું હતું કે વર્તમાન બજેટ સત્રમાં વ્યસ્ત હોવાથી તેમની પાસે આ બંડલો ખોલવાનો સમય નથી જેમાં અંદાજે ૮,૦૦૦થી ૧૦,૦૦૦ પેજ છે. તેમણે સમગ્ર ઘટનાને ક્રુર મજાક ગણાવી હતી.

કોંગ્રેસી ધારાસભ્યએ નારાજગી દર્શાવતા જણાવ્યું હતું કે અધિકારીઓ ટૂંકમાં જવાબ પાઠવી શક્યા હોત પણ તેઓ મને મૂંઝવણમાં મૂકી દેવા ઇચ્છતા હતા. રાજ્યની વિધાનસભાના સ્પીકર ઇશ્વરદાસ રોહાનીએ જણાવ્યું હતું કે ધારાસભ્યને જવાબ પાઠવનાર અધિકારીએ તેમની ફરજ યોગ્ય રીતે નિભાવી નથી. આ સાથે તેમણે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન નહિ થાય એવી આશા વ્યક્ત કરી હતી.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી