Last Updated:19 ડિસેમ્બર 2011

AI-IA વચ્ચેનું એકીકરણ બે અયોગ્ય પાત્રોના લગ્ન સમાન છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
શુક્રવાર, 12 માર્ચ 2010
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૧૨
સંસદિય સમિતિએ આજે એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સના એકીકરણને 'બે અયોગ્ય પાત્રો વચ્ચને લગ્ન' સમાન ગણાવ્યું હતું, આ સાથે સમિતિએ આ મર્જરને 'તરંગી'નિર્ણય ગણાવતા સરકારની ટીકા કરી હતી. સમિતિએ બન્ને એરલાઇન્સને અલગ કરવા સરકારને જણાવ્યું હતું.
સંસદીય સમિતિએ એર ઇન્ડિયા-ઇન્ડિયન એરલાઇન્સના મર્જરને તરંગી નિર્ણય ગણાવ્યો ઃ બન્ને એરલાઇન્સોને અલગ કરવાની ભલામણ

જાહેર સાહસો અંગેની સંસદીય સમિતિએ સંસદને રજૂ કરેલા તેના અહેવાલમાં ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ એરલાઇન્સને એક અલગ કંપની તરીકે જુદી પાડવા સરકારને જણાવ્યું હતું. આ સાથે સમિતિએ આ પ્રકારના 'તરંગીં' નિર્ણય લેવા બદલ એજન્સી તથા વ્યક્તિઓને જવાબદારી નક્કી કરવા જણાવ્યું હતું
એરઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સ વચ્ચેના મર્જરને અયોગ્ય નિર્ણય ગણાવતા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એર ઇન્ડિયાએ કુલ રૃ.૭,૦૦૦ કરોડ જેટલી ખોટ નોંધાવી હતી. કોંગ્રેસ નેતા વી.કિશોર ચંદ્ર દેવના વડપણ હેઠળની સમિતિના અહેવાલમાં સરકારના નિર્ણયને અત્યંત તીખા શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી હતી.
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે બન્ને એરલાઇન્સનું ઉતાવળે એકીકરણ કરવા પાછલ કોઇ ન્યાયિક કારણ નથી. આ કથિત મર્જર હકીકતમાં બે અયોગ્ય પાત્રો વચ્ચેના લગ્ન સમાન છે.

સમિતિએ નેશનલ એવીએશન કંપની ઑફ ઇન્ડિયા લિમિટેડ (એનએસીઆઇએલ)ને અલગ કંપની બનાવવાની ભલામણ કરી હતી જેના હેઠળ એનએસીઆઇએલ-ઇન્ડિયન એરલાઇન્સનું મુખ્યમથક દિલ્હીમાં તથા એનએસીઆઇએલ-એર ઇન્ડિયાનું મુખ્યમથક મુંબઇ ખાતે રાખવા જણાવવામાં આવ્યું હતું. આ બન્ને કંપનીઓ મેનેજીંગ ડાયરેક્ટરના વડપણ હેઠળ કાર્યરત રહેશે, અને તેઓ એનએસીઆઇએલના ચેરમેનને કામગીરીનો અહેવાલ આપતા રહેશે. આ સાથે સમિતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અંગે સરકાર ઝડપથી નિર્ણય લઇને કામગીરી શરૃ કરવી જોઇએ.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ટીકા કરતા સમિતિએ જણાવ્યું હતું કે મર્જનો ઉતાવળીયો નિર્ણય કર્યા બાદ મંત્રાલયે આ બન્ને એરલાઇન્સની કામગીરીનું મોનીટરીંગ કરવામાં નહિવત રસ દાખવ્યો હતો.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી