|
માલેગાંવ વિસ્ફોટ કેસમાં સાધ્વી પ્રજ્ઞાા સિંહ ઠાકુરને જામીન નહિ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
શુક્રવાર, 12 માર્ચ 2010 |
(પી.ટી.આઈ.) મુંબઈ, તા. ૧૨
વર્ષ ૨૦૦૮માં થયેલા માલેગાંવ વિસ્ફોટોના મુખ્ય આરોપીઓમાંના એક સાધ્વી
પ્રજ્ઞાા સિંહ ઠાકુરની જામીન અરજી બોમ્બે વડી અદાલતે નકારી કાઢી છે.
ધરપકડ અગાઉ ગેરકાયદે અટકાયતના આક્ષેપો પૂરવાર થતા નથી ઃ હાઈકોર્ટ
પ્રજ્ઞાા સિંહની અરજી નકારતા ન્યાયાધીશ એસ. સી. ધર્માધિકારીએ સિંહના વકીલની એ દલિલ પણ માન્ય રાખી નહોતી જેમાં તેમણે જણાવ્યું હ તું કે ૨૩ ઓક્ટોબર, ૨૦૦૮ના રોજ વિધિવત ધરપકડ થઈ તે પહેલાં જ સાધ્વીની ગેરકાયદે અટકાયત કરાઈ હતી. અદાલતે જણાવ્યું હતું કે આવા ગેરકાયદે અટકાયતના આક્ષેપો બરાબર ર જૂ કરી શકાયા નથી.
સાધ્વી પ્રજ્ઞાા સિંહ ઠાકુરના વકીલ મહેશ જેઠમલાણીએ દલિલ કરી હતી કે સાધ્વી ૧૦ ઓક્ટોબરથી મહારાષ્ટ્ર એટીએસની કસ્ટડીમાં છે પણ અદાલતે નોંધ્યું હતું કે સાધ્વી ૧૦ થી ૨૩ ઓક્ટોબર દરમિયાન પોલીસ રક્ષણ વગર પ્રવાસ કરવા મુક્ત હતા.
અદાલતે વધુમાં જણાવ્યું હતું કે સાધ્વીએ માનવાધિકારી પંચ સમક્ષ આપેલા સોગંદનામા અને અદાલત સમક્ષની જુબાનીમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. ઉલ્લેાખનીય છે કે માલેગાંવ વિસ્ફોટમાં વપરાયેલ પ્રજ્ઞાા સિંહની મોટર સાઈકલ શોધી કાઢ્યા બાદ એટીએસએ આ વિસ્ફોટમાં સાધ્વીની ભૂમિકા અંગે તપાસ શરૃ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ થયેલા આ વિસ્ફોટમાં ૬ લોકો માર્યા ગયા હ તા. આ વિસ્ફોટ કથિત રીતે હિંદુ સંગઠન અભિનય ભારત દ્વારા કરવામાં આવ્યો હતો.
|