Last Updated:19 December 2011

સબસિડીયુક્ત સસ્તાં ખાતરની દેશની બહાર કરાતી દાણચોરી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
શુક્રવાર, 12 માર્ચ 2010
(પી.ટી.આઇ.)    નવી દિલ્હી, તા. ૧૨
ભારતમાંથી સબસિડીવાળું ખાતર નેપાળ જેવા દેશોમાં દાણચોરી થતી હોવાનું કહી કેન્દ્ર સરકારે રાજ્યોને કડક પગલા ભરવા જણાવ્યું હતું. આ ઉપરાંત યુરિયાના ભાવમાં પ્રતિ ટને ૧૦ ટકાનો વધારો કરી નવી કિંમત રૃા. ૫૩૧૦ ૧ એપ્રિલ, ૨૦૧૦થી અમલી બનશે તેમ પણ સરકારે કહ્યું હતું.
છેલ્લા આઠ વર્ષમાં ખાતરનો ભાવવધારો થયો નથી ઃ પહેલી એપ્રિલથી યુરિયામાં ૧૦ ટકા ભાવ વધશે

રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પુરવણીનો જવાબ આપતાં રાજ્યકક્ષાના રસાયણ અને ખાતર પ્રધાન શ્રીકાંતકુમાર જેનાએ જણાવ્યું હતું કે દેશના વિવિધ ભાગોમાંથી ખાતરની દાણચોરી થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રએ રાજ્ય સરકારોને દાણચોરીમાં સંડોવાયેલા યુરીયાના વેપારીઓ સામેેે કડક પગલા ભરવા તાકીદ કરી છે અને તેમાં પણ ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોને દાણચોરી અટકાવવા ખાસ જણાવ્યું છે.
યુરીયાનો ભાવવધારો કરવાના નિર્ણયની અનિવાર્યતા અંગે તેમણે જણાવ્યું હતું કે, એનડીએના શાસન સાથે સરખામણી કરતાં કિંમતમાં છેલ્લા ૮ વર્ષથી ફેરફાર કરાયો નથી. એનડીએની સરકારમાં યુરિયાની કિંમતોમાં ૨૦ ટકાનો વધારો કરાયો હતો.

યુરિયા સરકારના નિયંત્રણમાં રહેશે તેમ કહી શ્રીકાન્તે જણાવ્યું હતું કે, સરકારે યુરીયાની વર્તમાન કિંમત પ્રતિટનરૃા. ૪૮૩૦માં ૧૦ ટકાનો વધરો કરીને રૃા. ૫૩૧૦ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નવો ભાવ ૧ એપ્રિલ, ૨૦૧૦થી લાગુ થશે. આગામી નાણાંકીય વર્ષ માટે ખાતર પર સબસીડી હશે કે કેમ તે અંગેની આગાહી કરવી મુશ્કેલ હોવાની સ્પષ્ટતા તેમણે કરી હતી.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી