Last Updated:19 ડિસેમ્બર 2011

હોકી વર્લ્ડ કપમાં આજે સતત ત્રીજી વખત જર્મની અને ઓસ્ટ્રેલિયા ટકરાશે છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GSNEWS   
શુક્રવાર, 12 માર્ચ 2010
ઇંગ્લેન્ડ-નેધરલેન્ડ વચ્ચે બ્રોન્ઝ મેડલ મેચ

હોકી વર્લ્ડ કપમાં આજે શનિવારે સતત ત્રીજી વખત જર્મની અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થશે. આ બંને દેશોએ આ ઝડપી અને કૌશલ્યપૂર્ણ રમતને કેટલી ગંભીરતાથી લઇને તેમાં શ્રેષ્ઠતા મેળવી છે તેનો આ માપદંડ કહી શકાય. વ્યક્તિગત કૌશલ્ય અને ટીમની વ્યુહરચના તેમજ ખેલાડીઓની ફિટનેસના મામલે બંને દેશો લગભગ બરોબરી પર છે.
 ફાઇનલ મેચ બે ભિન્ન પ્રકારની હોકી સ્ટાઇલનો રોચક મુકાબલો બની રહેશે. એક ટીમ ખુબ જ શિસ્તબદ્ધ અને ધીરજપૂર્ણ રમત દર્શાવશે જ્યારે હરિફ ટીમ તદ્દન ભિન્ન એવી કૌશલ્યપૂર્ણ અને વ્યક્તિગત પ્રભાવવાળી રમતને અપનાવશે. હું માનુ છુ કે જર્મની હંમેશા મુશ્કેલ પરિસ્થિતીમાં શ્રેષ્ઠ ટીમ તરીકે ઉભરીને આવે છે.

આવતીકાલે પણ તેઓ ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ જીતવાની અને વર્લ્ડ ચેમ્પિયન બનવાની હેટ્રિક સર્જવા આતુર છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદાર છે.  તેમની ટીમ શારીરિક રીતે સૌથી ફિટ લાગે છે.
તેમની પાસે અનુભવી અન હોકીના જુદા-જુદા કૌશલ્યની રીતે લગભગ નિપૂર્ણ કહી શકાય તેવા ખેલાડીઓ છે. તેઓ આક્રમક સ્ટાઇલની હોકી રમે છે.
 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી