Last Updated:19 ડિસેમ્બર 2011

રાજસ્થાન રોયલ્સના ગુજરાતના ખેલાડીઓ પર નજર ઃ મુંબઈ પણ મજબૂત છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GSNEWS   
શુક્રવાર, 12 માર્ચ 2010

આજે તેંડુલકર અને વોર્ન વચ્ચે ટક્કર ઃ બપોરે ૩થી મેચનો પ્રારંભ

 ૧મુંબઈ, તા. ૧૨
રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે આવતીકાલે આઇપીએલનો મુકાબલો થવાનો છે. કાલે વર્લ્ડકપ હોકીની પણ ફાઇનલ હોઈ હોકી ફેડરેશને તેઓના પ્રસારણને ચાહકો જોઈ શકે તેથી આઇપીએલની આ મેચ સાંજે ચારની જગ્યાએ ત્રણ વાગે શરૃ કરવાની વિનંતી કરી હતી, જે માન્ય રાખવામાં આવી છે. રાજસ્થાનની ટીમમાં યુસુફ પઠાણ, સિદ્ધાર્થ ત્રિવેદી, નિરજ પટેલ અને અમિતસિંઘ, મુનાફ પટેલ જેાા ખેલાડીઓ પર ગુજરાતના ચાહકોની વિશેષ નજર રહેશે.

બંને વચ્ચેના ચાર મુકાબલામાં રાજસ્થાન ૨-૧ની સરસાઈ ધરાવે છે

રાજસ્થાન અને મુંબઈ વચ્ચેની મેચનું મુખ્ય આકર્ષણ વોર્ન અને તેંડુલકર વચ્ચેનો મુકાબલો રહેશે જોગાનુજોગ બંને તેમની ટીમના કેપ્ટન છે તેંડુલકર ટેસ્ટ અને વન-ડે ક્રિકેટ હજુ પણ વર્તાન ક્રિકેટના સૌથી ફોર્મ ધરાવતા બેટ્સમેનની જેમ રમે છે. જ્યારો વોર્ન નિવૃત્ત થઈ ગયો હોઈ માત્ર આઇપીએલમાં જ રમે છે. વોર્નને તેની કારકિર્દી દરમ્યાન ક્રિકેટ વિશ્વમાંથી એકમાત્ર તેંડુલકરે જ સંપૂર્ણ પ્રભુત્વ સાથે નિર્દયતાથી ઝૂડયો હતો. વોર્ને પોતે જ નિખાલસતાથી કબૂલ્યું હતું કે તેંડુલકર ફટકાબાજી કરતો હોય તેવા સ્વપ્નો પણ તેને આવતા હતા. ટ્વેન્ટી- ૨૦માં બોલર ચાર જ ઓવર નાખી શકતો હોઈ વોર્નર અને તેંડુલકર વચ્ચે કઈ રીતે ટક્કર થાય છે તે જોવાનું રહેશે. જો કે તેંડુલકર પણ તેને સન્માન આપે છે.

૧૯૯૮માં પ્રવાસી ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં આ બ્રેબોર્ન સ્ટેડિયમ પર જ તેંડુલકરે બેવડી સદી ફટકારી હતી. જેમાં વોર્ને વિકેટ લીધા વગર ૧૦૦ રન આપ્યા હતા. ત્યારથી ખરો મુદાબલો જામ્યો હતો.
૨૦૦૮ની આઇપીએલની પ્રથમ મેચમાં જ રાજસ્થાન સામે ઇજાગ્રસ્ત તેંડુલકર નહોતો રમી શક્યો જે મુંબઈ જીત્યું હતું. બીજી વન-ડેમાં રમ્યો હતો તેમાં તેઓનો પરાજય થયો હતો. ૨૦૦૯ની સાઉથ આફ્રિકામાં રમાયેલી બીજી સિઝનમાં બંને વચ્ચેનો પ્રથમ મુકાબલો વરસાદને કારણે નહોતો રમાયો. ડર્બનમાંં રમાયેલી બીજી મેચમાં રાજસ્થાન ભારે રોમાંચકતા બાદ બે રનથી જીત્યું હતું આમ બંને ટીમો વચ્ચેના ત્રણ આઇપીએલ મુકાબલામાં રાજસ્થાન ૨-૧ની સરસાઈ ધરાવે છે. મુંબઈની ટીમ બરાબરી કરવા પ્રયત્ન કરશે.

રાજસ્થાને બે રનથી મુંબઈને હરાવ્યું હતું ત્યારે વોર્ને તેંડુલકરને ૩૦ બોલમાં ૪૦ રનની ઇનિંગમાં લેગબિફોર કર્યો હતો. આ ઉપરાંત તેણે રહાને અને જયાસુરિયાની વિકેટો લઈને પણ મુંબઈની વિજયકૂચ થંભાવી હતી.
પ્રથમ સિઝનમાં રાજસ્થાન ચેમ્પિયન બન્યું હતું પણ બીજી સિઝનમાં રાજસ્થાન અને મુંબઈ બેનેનો દેખાવ ખરાબ રહ્યો હતો. રાજસ્થાનને રવીન્દ્ર જાડેજાની ખોટ સાલશે. ગયા વર્ષે સાઉથ આફ્રિકામાં તે ૧૦૦થી વધુના સ્ટ્રાઇક રેટ સાથે ૨૯૫ રન બનાવીને ટીમનો ટોપ સ્કોરર બન્યો હતો જની ડાબેરી સ્પિન બોલિંગ પણ ઘણી જ કરકસરભરી રહી છે. જાડેજા પર આઇપીએલ ગવર્નિંગ બોર્ડે પ્રતિબંધ જાહેર કર્યો છે.
રાજસ્થાનને વોટસન, વોજીસ અને બોથા જેવ ખેલાડીઓની ખોટ સાલશે તેઓ તેમના દેશ વતી રમવામાં વ્યસ્ત છે.
 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી