Last Updated:19 ડિસેમ્બર 2011

અમે ફાઇનલમાં પ્રવેશવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરીશુંસાથે છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GSNEWS   
શુક્રવાર, 12 માર્ચ 2010

આજની પંજાબ સામેની મેચ અત્યંત મહત્વની છે

 આઇપીએલ ટુર્નામેન્ટ ઉત્તરોત્તર વિકાસ સાધતી રહી છે. વિશ્વના ટોચના ક્રિકેટરો, આઠ ટીમો ૬૦ મેચો અને વિશ્વના સૌથી ઉત્સાહી ક્રિકેટ ચાહકોને કારણે આ વખતની ટુર્નામેન્ટ ભારે રોમાંચક રહેશે તેમ લાગી રહ્યુ છે. પ્રથમ સિઝનમાં બધા માટે પ્રથમ અનુભવ હતો, બીજી સિઝનમાં ટુર્નામન્ટ સાઉથ આફ્રિકામાં રમાઇ હતી અને હવે આઇપીએલ ભારતમા પરત ફરી છે ત્યારે એક ક્રિકેટર તરીકે અમને ચાહકોના જોરદાર પ્રતિસાદની આશા છે. અમારી દિલ્હી ડેરડેવિલ્સ ટીમ ત્રીજી સિઝનના પડકાર ઝીલવા માટે તૈયાર છે. અમારી બેટીંગ લાઇનઅપ ખુબ જ મજબુત છે અને પારનેલના સમાવેશથી બોલીંગ લાઇનઅપ વધુ ઘાતક બની છે. અમારી ટીમ સેમિ ફાઇનલમા પ્રવેશવાને લાયક છે જ પણ અમે ફાઇનલમાં પ્રવેશવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરીશું.

એરિક સિમોન્સની હાજરીથી બોલરોનો આત્મવિશ્વાસ વધશે

ડી વિલિયર્સની કોલમ

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એરિક સિમોન્સ ફાસ્ટ બોલીંગ કોચ તરીકે ટીમ સાથે જોડાઇ ગયા છે. તે અમારા ચીફ કોચ ગ્રેગ શિપ્પર્ડ સાથે કામ કરશે. અમારા હોમ ગ્રાઉન્ડ ફિરોઝ શાહ કોટલા મેદાન અંગે ઘણુ લખાઇ-ચર્ચાઇ ચુક્યુ છે. અમે આ સપ્તાહે જ ત્યાં પ્રેક્ટિસ મેચ રમ્યા હતા. પ્રથમ બેટીંગ કરનારી ટીમે ૨૦૦ રન કર્યા હતા. જ્યારે બીજી બેટીંગ કરનારી ટીમ પણ તેનાથી દુર રહી નહતી. ગ્રાઉન્ડ સ્ટાફની સખત મહેનતના કારણે પીચની સ્થિતી ઘણી જ સારી લાગતી હતી.અમારી આજની કિગ્સ ઇલેવન પંજાબ સામેની મેચ અત્યંત મહત્વની છે. તેઓ બ્રેટ લી અને યુવરાજની ફિટનેસ અંગે ચિતિત છે પણ જયવર્દને અને સંગાકારા સહિતના સ્ટાર ખેલાડીઓ તેમની પાસે છે. અમે વિજય સાથે શરૃઆત કરવા માટે આતુર છીએ.
 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી